Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨,૮૩,૯૫૭નો ફટકારવામાં આવ્યો દંડઃ
જામનગર તા. ૨૫: જામનગરના જોડીયા ધોરીમાર્ગ પર સચાણા ગામ પાસેથી પોલીસે ગેરકાયદેસર રીતે કરાતું માટીનું ખનન પકડી પાડ્યું છે. દોડી આવેલી ખાણખનીજની ટીમને ત્રણ વાહન સોંપવામાં આવ્યા છે. રૂ।.ર,૮૩,૯૫૭નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જામનગર-જોડીયા ધોરીમાર્ગ પર સચાણા ગામ પાસે કેટલાક શખસો ગેરકાયદેસર રીતે માટીનું ખનન અને વહન કરતા હોવાની બાતમી પરથી ગઈકાલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ધાસુરાએ ટીમને સાથે રાખી ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાની સૂચનાથી વોચ ગોઠવી હતી.
તે દરમિયાન સચાણા ગામના ૧૩ નંબરના ધક્કા પાસેથી જીજે-૧૦-ડીજે ૬૪૭૭ નંબરનું મીની ટ્રેક્ટર, જીજે-૧૦-ડીએ ૬૪૫૦ નંબરનું ટ્રેક્ટર, જીજે-૧૦-સીઈ ૬૨૧૮ નંબરનું જેસીબી મળી આવ્યું હતું. આ સ્થળે અનઅધિકૃત રીતે માટીનું ખનન થતું હોવાનું જણાઈ આવતા પોલીસ દ્વારા ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. દોડી આવેલી ખાણખનીજની ટીમે કુલ રૂ।.૨,૮૩,૯૫૭નો દંડ ફટકાર્યાે છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial