Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અલીયા ગામમાં ઓરડીમાંથી મળી આવી દેશી દારૂની ભઠ્ઠીઃ
જામનગર તા. ૨૫: જામનગરના ગોમતીપુરમાંથી એક શખ્સને ગઈકાલે પોલીસે ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે પકડી પાડ્યો છે. જામજોધપુરમાંથી બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો છે. અલીયા ગામમાં એક ઓરડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે.
જામનગના સુભાષબ્રિજ નીચે આવેલા ગોમતીપુર પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં રિદ્ધિસિદ્ધિ સોસાયટીવાળા આરીફ સીદીકભાઈ હેરજા નામના શખ્સને પોલીસે રોકી તેની તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧૪૦૦ ચપલા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુરના ધ્રાફા ફાટક પાસેથી ગઈકાલે સાંજે જય રાજેન્દ્રભાઈ ખાંટ ઉર્ફે કિશન નામનો શખસ ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
જામનગર તાલુકાના અલીયા ગામની સીમમાં એક ખેતર સ્થિત ઓરડીમાં ગઈકાલે બપોરે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા અજય રામાભાઈ મકવાણા નામના શખ્સની મનાતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. ત્યાંથી ૨૦૦ લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. આ શખ્સની શોધખોળ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial