Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષાચાલકે પણ ઈમાનદારીથી થેલો સોંપ્યોઃ
જામનગર તા. ૨૫: જામનગરના એક આસામી રિક્ષામાં સિકકા જવા માટે નીકળ્યા પછી કામ યાદ આવતા સિક્કા પાટીયા પાસે ઉતરી ગયા હતા અને સોનાના દાગીનાનો થેલો રિક્ષામાં જ ભૂલી ગયા હતા. જામનગરની ટ્રાફિક શાખાએ તે રિક્ષા શોધી કાઢી તેના માલિકનો સંપર્ક કરતા થેલો રિક્ષામાં હોવા અંગે અજાણ રિક્ષાચાલક ટ્રાફિક શાખાની ઓફિસે થેલા સાથે પહોંચ્યા હતા અને તેઓએ મૂળ માલિકને થેલો પરત સોંપ્યો હતો.
જામનગરના યશપાલ સિંહ ગીરૂભા જાડેજા નામના આસામી સિક્કા ગામથી જામનગર આવવા માટે એક રિક્ષામાં નીકળ્યા પછી તેઓ સિક્કા પાટીયા પાસે કામ યાદ આવતા રિક્ષામાંથી ઉતરી ગયા હતા અને સોનાના દાગીનાવાળો થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા.
તેઓએ શોધખોળ કર્યા પછી પોલીસને તેની જાણ કરવામાં આવતા જામનગરની ટ્રાફિક શાખા દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સિક્કા પાટીયા પાસેના કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી રિક્ષાના નંબર શોધી કાઢવામાં આવ્યા હતા અને બેડેશ્વરમાં રહેતા રિક્ષાચાલક ઈરફાન બશીરભાઈ ફકીરનો સંપર્ક કરાયો હતો. રિક્ષાચાલકને પણ રિક્ષામાં આ થેલો પડ્યો હોવાની જાણકારી ન હતી તેઓએ જામનગર સ્થિત ટ્રાફિક શાખાની ઓફિસ આવી ઉપરોક્ત થેલો પોલીસની હાજરીમાં તેના મૂળ માલિકને સોંપી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial