Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સંકુલની ઝળહળતી સિદ્ધિઓ

ગત વર્ષે જુદી-જુદી રમતોમાં ૨૩ જેટલા મેડલોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે મયુર શૈક્ષણિક સંકુલમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગત ૨૦૧૭માં જિલ્લા કક્ષાનું ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સંકુલ (ડી.એલ.એસ.એસ.) શરૂ કરવામાં આવ્યુ હતું જે સંકુલે મોટી સફળતા મેળવીને અત્યાર સુધીમાં ત્રણ ખેલાડીઓ તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતમાં ભાગ લેવાની સિદ્ધિ મેળવીને ગત વર્ષે ૨૩ મેડલો જુદી જુદી રમતોમાં રાજય તથા રાષ્ટ્રીય કક્ષાએ મેળવીને અનોખી સિદ્ધિ મેળવી છે.

જિલ્લા કોચ હિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શનમાં તાજેતરમાં તેમણે પસંદ કરેલ હર્ષા મંડોરાએ તાજેતરમાં જોર્ડન દેશમાં વોલીબોલ રમતમાં આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લીધો હતો તે પહેલા પોલેંડમાં હેતલ નકુમે પણ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ભાગ લીધો હતો. તે પહેલા પણ એક  મહીલા ખેલાડી આંતર રાષ્ટ્રીય રમતમાં ભાગ લેવાની સિદ્ધિ મેળવી હતી તો ૨૦૨૫ની સાલમાં વિવિધ રમતોમાં ૨૩ મેડલો પણ મેળવ્યા હતાં.

વોલીબોલથી શરૂઆતઃ અત્યારે ચાર રમતાં

નંદાણા મયુર શૈક્ષણિક સંકુલમાં રાજ્ય સ્પોર્ટસ એકેડેમી દ્વારા ૨૦૧૭માં વોલીબોલથી શરૂઆત થઈ હતી તે પછી કૂસ્તી, એથ્લેટીકસ તથા તલવારબાજીનો પણ ઉમેરો થયો છે. ખેલ મહાકુંભ અને વિવિધ રમતોમાં નોંધપાત્ર દેખાવ કરતા આ રમતોના ખેલાડીઓને પસંદ કરીને તેમને ડી.એલ.એસ.એમ.માં પ્રવેશ આપવામાં આવે છે તથા તેમને વિનામૂલ્યે શિક્ષણ રહેઠાણ, ભોજન, કપડા તથા સ્પોર્ટસ કીટ તથા સાધનો સાથે વ્યવસ્થા કરીને પ્રત્યેક ખેલાડી પાછળ વર્ષે ૧.૬૮ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh