Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય આઠ દરોડામાં ઓગણચાલીસ ઝબ્બેઃ કુલ રૂ।.૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૨૫: જામનગરના મોહનનગર આવાસમાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત પકડાયા છે. અયોધ્યાનગરમાંથી ચાર મહિલા સહિત પાંચ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા છે. કુલ દસ દરોડામાં નવ મહિલા સહિત એકાવન સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. તમામ સ્થળેથી કુલ રૂ।.૨૦૫૮૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા જૂના હુડકો પાસે એન્જલ ચોક નજીક ગઈરાત્રે કેટલાક શખ્સો એકઠા થઈ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રે દોઢ વાગ્યે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી સુરેશભાઈ નારણભાઈ પરીયાણી, કિશોર જગદીશભાઈ રાઠોડ, રોહિત તુલસીગીરી ગોસ્વામી, રઝાક ઓસમાણ મકરાણી, અહેમદહુસેન યુસુફ સફીયા, રાજેશ માધુભાઈ ડોણાસીયા, દર્શન જયેન્દ્રભાઈ સોમૈયા, રાજ વિમલભાઈ ગણાત્રા, જયપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર નામના નવ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૨૫૩૭૦ રોકડા, જીજે-૧૦-ઈકે ૫૩૫૭ નંબરનું ઈલેકટ્રીક સ્કૂટર, જીજે-૧૦-ડીએમ ૬૨૩૧ નંબરનું બાઈક, જીજે-૧૦-સીક્યુ ૧૮૧૭ નંબરનું એક સ્કૂટર મળી કુલ રૂ।.૧૦૫૩૭૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગર નજીકના દડીયામાં ગઈરાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તી રમતા રાજુભાઈ નાથાભાઈ નંદા, પૃથ્વીરાજ પ્રેમજીભાઈ ચૌહાણ, અનિલ કાનાભાઈ ભરવાડ, ડાયાભાઈ ધનાભાઈ ધ્રાંગીયા, કિશોર ચંદુભાઈ સોલંકી, હર્ષદ ચંદુભાઈ લખીયર, સંદીપ અમૃતલાલ નંદા, બાબુભાઈ દેવાભાઈ ધ્રાંગીયા નામના આઠ શખ્સ રૂ।.૪૫૫૪૦ સાથે પકડાઈ ગયા હતા.
લાલપુર તાલુકાના સણોસરી ગામમાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા દેવરખીભાઈ સોમાતભાઈ ડાંગર, મુકેશભાઈ ગોગનભાઈ ખોડભાયા, ભરત સવદાસ ખોડભાયા, રમેશભાઈ ધાનાભાઈ ખવા, છગનભાઈ અરજણભાઈ વાઘ, મુકેશભાઈ ભીખાભાઈ વાઘ નામના છ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૪૨૨૦ ઝબ્બે લીધા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૬માં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા શશીકાંત મુકેશભાઈ ગોરી, શંકરભાઈ ગોપાલદાસ ગજરા, ભાવેશ ત્રિકમભાઈ ગજરા, દીપક દેવીદાસ હીરાણી નામના ચાર શખ્સ પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૨૪૭૦ કબજે કરાયા હતા.
જામનગરના ગોકુલનગર નજીક અયોધ્યાનગરની શેરી નં.૮માં ગઈ સાંજે ગંજીપાનાથી જુગાર રમતા શકરબેન મહંમદભાઈ પુંજાણી, મીનાબેન વલીદાસ સોલંકી, કિરણ હસમુખભાઈ બાંભણીયા, શબાનાબેન ગફારભાઈ સંધી, દીપકસિંહ ઓધુભા જાડેજા નામના પાંચ વ્યક્તિ પકડાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૨૨૫૦ કબજે કર્યા છે.
કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં દેવીપુજકવાસ પાછળ નદીના વોકળામાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા રૂપસિંગ બાબુભાઈ સાડમીયા, રામજી ભીખાભાઈ સાડમીયા, પૂનાભાઈ ભૂપતભાઈ વાઘેલા, સંજય રૂપસિંગ સાડમીયા, રાયધન ધારશીભાઈ વાઘેલા, ભાવેશ દાજીભાઈ સાડમીયા, કિશોર રૂપસંગ સાડમીયા નામના સાત શખ્સ રૂ।.૨૦૭૦ સાથે પકડાઈ ગયા છે.
લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રાણીશીપના ઢાળીયા પાસે ગઈકાલે સાંજે તીનપત્તી રમતા સુખદેવસિંહ ગુલાબસિંહ ઝાલા, રાજુ પાલાભાઈ કરમુર નામના બે શખ્સ રૂ।.૧૩૨૫૦ સાથે પકડાઈ ગયા છે.
જામનગરમાં મોહનનગર આવાસના એક નંબરના બિલ્ડીંગ પાસે ગઈરાત્રે તીનપત્તી રમતા દીપ જીતેશભાઈ ચીકાણી, રાજેશ અમૃતભાઈ સેતાપરીયા, જયોત્સનાબેન નરેન્દ્રભાઈ ઝાખરીયા, દીપાબેન જયેશભાઈ સોલંકી, નિધિબેન પિયુષભાઈ મહેતા, જયોતિબેન રમણીકભાઈ ચૌહાણ, નેહાબેન પિયુષભાઈ મહેતા નામના સાત વ્યક્તિ પોલીસના દરોડામાં પકડાયા હતા. પટમાંથી રૂ।.૧૦૨૫૦ કબજે કરાયા હતા.
લાલપુર તાલુકાના સણોસરા ગામના પાદરમાં ગઈરાત્રે પોલીસે પાડેલા દરોડામાં કુલદીપ અનિલભાઈ ગાગલીયા, આશિષ મેરગભાઈ ગાગલીયા, જીજ્ઞેશ સોમાતભાઈ ગાગલીયા નામના ત્રણ શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા પકડાયા છે. પટમાંથી રૂ।.૧૦૩૮૦ કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial