Advertisement
Author: નોબત સમાચાર

નવાગામ ઘેડની પાછળના વિસ્તારમાંથી દેશી પિસ્તોલ-કારતૂસ સાથે એક ઝડપાયો

પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના નવાગામ ઘેડથી સ્મશાન તરફ જવાના રસ્તા પર ગઈકાલે સાંજે પસાર થતાં ફલ્લા ગામના એક શખ્સ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ તથા એક જીવંત કારતૂસ કબજે કર્યા છે. આ શખ્સ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તાર પાછળ રોડ પર એક શખ્સ પસાર થતો હોવાની અને તેની પાસે અગ્નિશસ્ત્ર હોવાની બાતમી પરથી ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખી હતી.

તે દરમિયાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામનો રાજેશ પ્રવીણભાઈ ધમસાણીયા ઉર્ફે રાજ પટેલ (ઉ.વ.ર૪) નામનો શખ્સ પસાર થતા તેને રોકાવી પીએસઆઈ એમ.એચ. મહેતા તથા ટીમે તલાશી લીધી હતી. આ શખ્સ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તથા એક કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૨૫ હજારની પિસ્તોલ તથા કારતૂસ કબજે કરી રાજ પ્રવીણભાઈની ધરપકડ કરી છે. તેની સામે જમાદાર કે.પી. સોઢાએ ખુદ ફરિયાદી બની આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh