Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ-માળીયા ધોરીમાર્ગ પર લખતર ઓવરબ્રિજ નજીક મોટરનું ટાયર ફાટતા અકસ્માતઃ એક મહિલાનું મૃત્યુ

કાલાવડના બાલંભડી પાસે બે બાઈક ટકરાઈ પડતાં બામણ ગામના વૃદ્ધનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના શંકરટેકરી વલ્લભનગરમાં રહેતા પતિ-પત્ની તથા અન્ય ત્રણ યુવતી શુક્રવારે જોડીયા તાલુકાના જીરાગઢ ગામથી જામનગર આવવા માટે ઈકો મોટરમાં મુસાફરી કરતા હતા ત્યારે ધ્રોલ-માળીયા ધોરીમાર્ગ પર લખતર ઓવરબ્રિજ પાસે મોટરનું ટાયર ફાટતા તેના ચાલકના કાબૂ બહાર ગયેલી મોટર ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. અન્ય મુસાફરો ઘવાયા છે. ગઈકાલે સાંજે કાલાવડના બાલંભડી રોડ પર બે બાઈક ટકરાઈ પડતા બામણ ગામના બાઈકચાલક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે.

જોડિયાથી ધ્રોલ વચ્ચેના માર્ગ પર ગયા શુક્રવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે જીજે-૧૩-એએચ ૪૯૦૭ નંબરની મારૂતી સૂઝુકી કંપનીની ઈકો મોટર દોડી જતી હતી. આ મોટરમાં જામનગરના શંકરટેકરીના વલ્લભનગરમાં રહેતા ખીમજીભાઈ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.૬૨), તેમના પત્ની કંચનબેન તેમજ આરૂબેન, ધુનાબેન, સોનાબેન જીરાગઢથી જામનગર આવી રહ્યા હતા.

આ મોટર જ્યારે ધ્રોલ-માળીયા ધોરીમાર્ગ પર ઓવરબ્રિજ નજીક પહોંચી ત્યારે મોટરનું ટાયર ફાટ્યું હતું જેના કારણે તેના ચાલક કેતનભાઈએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવ્યો હતો અને મોટર પલ્ટી મારી ગઈ હતી. ઉપરોક્ત અકસ્માતમાં કંચનબેનને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે સોનાબેન સહિતના અન્ય વ્યક્તિઓ પણ ઘવાયા હતા.

તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી કંચનબેનનું મૃત્યુ નિપજ્યું છે. ખીમજીભાઈ દેવજીભાઈ રાઠોડે જોડીયા પોલીસ મથકમાં મોટરચાલક કેતનભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના બામણ ગામના મગનભાઈ લક્ષ્મણભાઈ પાનસુરીયા (ઉ.વ.૬૪) નામના વૃદ્ધ ગઈકાલે સાંજે જીજે-૩-એએમ ૧૬૭૧ નંબરના મોટરસાયલમાં કાલાવડના બાલંભડી ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧૦-ડીકે ૨૫૪૬ નંબરના બાઈકના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો.

કાલાવડથી પોતાના ગામ તરફ જતા મગનભાઈને રોડ પર ફેંકાઈ જવાના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના ભત્રીજા રમેશભાઈ હંસરાજભાઈ પાનસુરીયાએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh