Advertisement
Author: નોબત સમાચાર

કોલેજે ગયા પછી નગરના યુવતી લાપત્તા

પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવીઃ

 

જામનગર તા. ૨૫: જામનગરના તળાવની પાળ પાસે વસવાટ કરતા એક પરિવારની અઢાર વર્ષની પુત્રી નિત્યક્રમ મુજબ કોલેજ ગયા પછી બપોરે પરત નહી ફરતા તેણીના પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જેમાં આ યુવતી કોલેજેથી નીકળી ગયાનું ખૂલ્યું છે. શોધખોળના અંતે પણ યુવતીનો પત્તો નહી લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૭ના છેવાડે તળાવની પાળ પાસે રહેતા કિરણબેન હિતેશભાઈ ભીંડી નામના સોની મહિલાના પુત્રી સ્નેહાબેન (ઉ.વ.૧૮) પોતાના ઘરેથી સવારે કોલેજ જતા હતા અને બપોરે અગિયારેક વાગ્યે ઘરે પરત આવી જતા હતા.

આ યુવતી પોતાના ઘેર પરત નહીં ફરતા માતા સહિતના પરિવારજનોએ તેણીની તપાસ શરૂ કરી હતી જેમાં કોલેજ પણ તપાસ કરાવાતા આ યુવતી કોલેજેથી નીકળી ગયા પછી લાપત્તા બન્યા હોવાનું ખૂલ્યું છે. કિરણબેને પોતાના પુત્રી ગુમ થયાનું પોલીસમાં જાહેર કર્યું છે. પોલીસે તેણીનું વર્ણન તથા ફોટો વગેરે મેળવી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh