Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાણો ભારત ક્યા ક્રમ પર
વર્લ્ડ પોલ્યુલેશન રિવ્યૂમાં ચીન પ્રથમ, અમેરિકા બીજા અને રશિયા ત્રીજા ક્રમે, તો પાક. છઠ્ઠા ક્રમે અણમાનીતું !
નવી દિલ્હી તા. ૨૫: 'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ'ના વૈશ્વિક અહેવાલ મુજબ, દુનિયામાં સૌથી વધુ અણગમતા દેશોમાં ચીન પ્રથમ ક્રમે છે, જ્યારે અમેરિકા બીજા અને રશિયા ૩જા સ્થાને છે. તેમની સરકારોના નિર્ણયો, આક્રમક વલણ અને માનવાધિકાર રેકોર્ડને કારણે આ દેશો વૈશ્વિક ટીકાનો ભોગ બન્યા છે. પાકિસ્તાન ૬ઠ્ઠા અને ભારત ૧૦મા ક્રમે છે.
વિશ્વભરના દેશોની આંતરરાષ્ટ્રીય છબિ તેમની વિદેશ નીતિઓ, સૈન્ય હસ્તક્ષેપ, રાજકીય નિર્ણયો અને માનવાધિકાર રેકોર્ડના આધારે નક્કી થાય છે. 'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ' ના તાજેતરના વૈશ્વિક ગ્લોબલ અહેવાલ અનુસાર દુનિયામાં સૌથી વધુ અણગમતા દેશોની યાદીમાં ચીન પ્રથમ ક્રમે છે, જ્યારે વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તા ગણાતું અમેરિકા બીજા સ્થાને છે. આ યાદી દેશના સામાન્ય નાગરિકોના સ્વભાવની નથી, પરંતુ તેમની સરકારોના નિર્ણયો, આક્રમક વલણ અને વૈશ્વિક પ્રભાવ પ્રત્યે દુનિયાના વલણને દર્શાવે છે. આ ટોપ-૨૦ દેશોની યાદીમાં મોટાભાગની વૈશ્વિક મોટીસત્તાઓનો સમાવેશ થાય છે, જેમાં રશિયા ત્રીજા નંબરે છે.
યાદીમાં પહેલા ક્રમે રહેલું ચીન પોતાના કડક સરકારી નિયંત્રણો, માનવાધિકારોના ઉલ્લંઘન, તાઇવાન તેમજ દક્ષિણ ચીન સાગરમાં આક્રમક વલણ અને 'ડેટ-ટ્રેપ ડિપ્લોમસી' ને કારણે વૈશ્વિક સ્તરે આકરા આક્ષેપોનો સામનો કરી રહૃાું છે. બીજા ક્રમે રહેલા અમેરિકા સામે વૈશ્વિક બાબતોમાં બિનજરૂરી સૈન્ય હસ્તક્ષેપ, એકતરફી આર્થિક પ્રતિબંધો અને આંતરિક રાજકીય ધ્રુવીકરણ મુખ્ય કારણો માનવામાં આવે છે. ત્રીજા ક્રમે રહેલા રશિયાની આંતરરાષ્ટ્રીય છબિને યુક્રેન યુદ્ધ, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ અને પશ્ચિમી દેશો સાથેના તણાવથી મોટું નુકસાન પહોંચ્યું છે.
આ યાદીમાં ઉત્તર કોરિયા, ઇઝરાયલ, ઇરાન, સીરિયા અને ઇરાક જેવા દેશો પણ સામેલ છે. ઉત્તર કોરિયા અને ઇરાન પોતાના પરમાણુ કાર્યક્રમો તથા આંતરિક દમનને કારણે વૈશ્વિક સ્તરે વિખૂટા પડ્યા છે. જ્યારે ઇઝરાયલ અને સીરિયા મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને માનવીય સંકટને કારણે ટીકાઓનો સામનો કરી રહૃાા છે. પાકિસ્તાન આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે, જેની પાછળ રાજકીય અસ્થિરતા, ચરમપંથ અને પડોશી દેશો સાથેનો સીમા તણાવ મુખ્યત્વે જવાબદાર પરિબળો છે.
ઝડપથી ઊભરતી અર્થવ્યવસ્થા અને વિશાળ લોકશાહી હોવા છતાં ભારત આ યાદીમાં ૧૦મા સ્થાને છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં થતી ચર્ચાઓ અને રાજકીય બાબતો તેની વૈશ્વિક રેટિંગ પર અસર કરે છે. આ સિવાય યુકે, જાપાન, જર્મની, ઇટાલી અને દક્ષિણ કોરિયા જેવા આર્થિક રીતે સમૃદ્ધ દેશો પણ ટોપ-૨૦ માં સામેલ છે. આ વિકસિત દેશોના આ યાદીમાં આવવાનું મુખ્ય કારણ તેમનો ઐતિહાસિક સંસ્થાનવાદી પ્રભાવ, કડક રાજકીય નિર્ણયો અને પ્રાદેશિક તણાવ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial