Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનના ચલણ રિયાલનું મૂલ્ય તળિયેઃ એક ડોલર સામે ૨૦ લાખથી વધુ રિયાલ!

આર્થિક લાઈફલાઈન કાપી નાંખવાની અમેરિકાની ધમકી

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨૫: ઈરાનનો રિયાલ રેકોર્ડની નીચલા સ્તરે પહોંચ્યો છે, અને ૧ ડોલર સામે ૨૦ લાખ રિયાલથી વધુ મળી રહ્યા છે.

વોશિંગ્ટનથી અમેરિકાએ ઈરાનને કડક ચેતવણી આપી છે કે તેની આર્થિક લાઇફલાઇન કાપી નાખવામાં આવશે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેટે જણાવ્યું કે ટ્રમ્પે ઈરાનની સૈન્ય ક્ષમતા નષ્ટ કરી છે અને હવે આર્થિક આક્રમણ થશે, જે ઈરાન માટે નિર્ણાયક દિવસ લાવશે.

જોકે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઈલની નિકાસ સંપૂર્ણપણે અટકાવવાની ધમકી આપી છે. આર્થિક યુદ્ધના સમર્થક દેશોને પણ 'યુદ્ધના કૃત્ય' તરીકે ગણવામાં આવશે.

બેસેટે એક્સ પર એક નિવેદનમાં કહૃાું 'પ્રમુખ ટ્રમ્પે ઈરાનની સૈન્ય ક્ષમતા છિન્નભિન્ન કરી છે, તમામ સૈન્ય ફેકટરીઓ નષ્ટ કરી છે અને પરમાણુ કાર્યક્રમનો અંત લાવી દીધો છે. તેમણે કહૃાું કે 'હવે અમે આર્થિક આક્રમણ કરીશું જે ઈરાન માટે આર્થિક નિર્ણાયક દિવસ લાવશે. બેસેન્ટે કહૃાું કે 'ઈરાન સિક્યોરિટીની ગેરેંટીના નામમાં ખંડણી ઉઘરાવે છે. ઈરાન વળતો હુમલો કરશે તે નિશ્ચિત છે. જ્યારે અમેરિકાના વળતા પગલાં અંગે વાટાઘાટ થઈ શકે છે તેવી છાપને પગલે ઈરાનને બળ મળ્યું છે તેવું બેસેટે કહૃાું હતું.

પ્રમુખ ટ્રમ્પના કાર્યકાળમાં હવે તેવો સમય પૂરો થઈ ગયો છે. જે દેશો તહેરાનનો વિરોધ કરવાના જોખમથી ડરે છે. તેમણે હવે વોશિંગ્ટનને અજમાવવાની કિંમત ચૂકવવી પડે તેની અવગણના નહીં કરવી જોઈએ.

તેમણે કહૃાું કે 'અગાઉ જે કોઈ વિચારતું ન હતું કે અમે પ્રયત્ન નહીં કરીશું. હવે અમે તમામ એજન્સી, ઓથોરિટી અને પગલાં ભરવા તૈયાર છે તેવી પરિસ્થિતિ પ્રમુખે સર્જી છે. તહેરાનના શાસનને ટકાવતી દરેક આર્થિક લાઈફલાઈન કાપવાનો ઈરાદો અમે ધરાવીએ છે.'

બીજી તરફ ઈરાનના સુપ્રિમ નેશનલ કાઉન્સિલ સેક્રેટરી મોહસેન રિઝેઈએ સોમવારે ચેતવણી આપી હતી કે ઈરાન સામેનું અમેરિકાનું આર્થિક યુધ્ધ ચાલુ રહે તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી કે પર્સિયન ગલ્ફમાંથી ક્રૂડ ઓઈલની થતી નિકાસ સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવશે. અમેરિકાના આર્થિક યુધ્ધને સમર્થન આપતા અથવા તેમાં ભાગ લેતા કોઈપણ દેશને ઈરાન 'યુદ્ધના કૃત્ય' તરીકે માની લેશે. તેવી ચેતવણી રિઝેઈએ આપી હતી.

ગઈકાલે ઈરાનનું ચલણ રિયાલ રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યું હતું. ૧ ડોલર સામે ૨૦.૨ લાખ રિયાલનો દર થઈ ગયો હતો. ઈરાનની મધ્યસ્થ બેંકનો દર ડોલર સામે ૧૫ લાખ રિયાલ છે પણ ઈરાનના મોટાભાગના લોકો બજાર દર જ ચૂકવે છે.

૨૮મી ફેબુ્રઆરીએ અમેરિકા અને ઈઝરાયેલે હુમલો કર્યો તે અગાઉથી રિયાલ દબાણમાં જ હતો પણ છ મહિનાના યુધ્ધ દરમ્યાન સતત રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. દરમ્યાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ તહેરાનમાં કહૃાું 'આવી પરિસ્થિતિ (અન્ય દેશો દ્વારા વેપાર બંધ કરવાની) પછી તેવા દેશોએ પરિણામો ભોગવવા પડશે. અમારા હાથ બાંધ્યા નથી.' રવિવારે અમેરિકાએ તહેરાનના બિઝનસે પાર્ટનર દેશોને ચેતવણી આપી હતી કે તેમના પર પણ આર્થિક પ્રતિબંધો લાદી શકાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh