Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રાસ ઈન્ડસ્ટ્રી એસો.ના હોદ્દેદારો ઉપસ્થિત
જામનગર તા. ૨૫: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર તથા ડયુલ વેટના સંયુક્ત ઉપક્રમે 'ઇન્ડસ્ટ્રી મીટ' નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના માધ્યમથી જામનગર જિલ્લાની આઈટીઆઈના તાલીમાર્થીઓને ઓન-ધ-જોબ ટ્રેનિંગ, એપ્રેન્ટિસશિપ તેમજ ગુણવત્તાસભર રોજગારીની તકો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે ઉદ્યોગો સાથે સચોટ સંકલન અને સહયોગ સ્થાપિત કરાયો હતો. આ ઉપરાંત, વર્તમાન સમયમાં ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ કુશળ અને સક્ષમ માનવબળ તૈયાર કરવા માટે સંસ્થા અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના વિવિધ વિષયો પર સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નોડલ અને આઈટીઆઈના પ્રિન્સિપાલ રાજેશ ત્રિવેદી, જિલ્લાની તમામ આઈટીઆઈના પ્રિન્સિપાલ તેમજ અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા. તેમજ ઉદ્યોગજગતના પ્રતિનિધિ તરીકે જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના લાખાભાઈ કેશવાલા તથા એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેક્ટરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડયુલ વેટ તરફથી સાઈબલ આદક તથા રાજ્યના અન્ય અધિકારી-કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial