Advertisement
Author: નોબત સમાચાર

કબૂતર ઉડાડવાના પ્રશ્ને યુવાન પર મહિલા સહિત ત્રણ દ્વારા ધોકા-ઢીકાપાટુથી હુમલો

ચેલા પાસે મારવાડીવાસમાં યુવાનને માર પડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના ચેલા નજીક મારવાડીવાસમાં ઝૂંપડા પર બેસતા કબૂતર ઉડાડવા માટે બે શખ્સ ચપ્પર તથા પથ્થરના ઘા કરતા હોવાથી તેમને કહેવા ગયેલા એક યુવાન પર એક મહિલા સહિત ત્રણે હુમલો કરી માર માર્યાે હતો.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામ નજીક પીટીસી કોલેજ પાસે મારવાડીવાસમાં વસવાટ કરતા કાનાભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના યુવાને મુકેશભાઈ નામના વ્યક્તિ પર ગઈકાલે સાંજે પાડોશી નવઘણ રતીભાઈ સોલંકી, જગમાલ રતીભાઈ સોલંકી, લખીબેન રતીભાઈ સોલંકી નામના ત્રણ વ્યક્તિએ ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાની રાવ પંચકોશી બી ડિવિઝનમાં કરી છે.

તે સ્થળે વસવાટ કરતા નવઘણ તથા જગમાલ સોલંકી કબૂતર પાળતા હોય અને તેઓના કબૂતર જ્યારે કાનાભાઈના ઝૂંપડા પર આવીને બેસતા હોય ત્યારે પથ્થર તથા ચપ્પલના છૂટા ઘા કરી આ શખ્સો કબૂતર ઉડાડતા હોવાથી મુકેશભાઈ આ શખસોને કહેવા જતા તેઓને ગાળો ભાંડી ઉપરોક્ત ત્રણેય વ્યક્તિએ મારી નાખવાના ઈરાદાથી હુમલો કરી માર માર્યાે હતો. કાનાભાઈ ગોવિંદભાઈ સોલંકીએ તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh