Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં મધુસુદન મસાલાવાળા તરફથી
ખંભાળીયા તા. ર૫: સમગ્ર દેશમાં ડબલ હાથી અને ડબલ સેવન બ્રાન્ડથી જાણીતી જામનગરની મધુસુદન મસાલા લિ. દ્વારા ખંભાળીયાના સ્મશાન માટે અંતિમ યાત્રા મિનિબસ સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારીયા અને ખંભાળીયાના રાજકીય પ્રતિનિધિઓ અને લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
ખંભાળીયાના નગરપાલિકા ટાઉનહોલમાં પાંચમી બસનું લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમના અને રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જલારામ ટ્રસ્ટ મંડળના ધીરેનભાઈ બદીયાણીએ સ્વાગત પ્રવચનમાં મધુસુદન મસાલાના સંચાલકોના સ્તૃત્ય કાર્યને બિરદાવ્યું હતું. રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારીયાએ મધુસુદન મસાલા દ્વારા ખંભાળીયાના સ્વર્ગપુરી સ્મશાનને અંતિમયાત્રા બસ આપવાના પગલાને પ્રસંશા કરી હતી. સાંસદ પૂનમબેન માડમે મધુસુદન મસાલાનું નામ દેશ-વિદેશ જેમ મસાલા ક્ષેત્રમાં લોકપ્રિય છે એવી જ રીતે સેવાના કાર્યમાં પણ પ્રખ્યાત થાય એવી શુભેચ્છા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મૃત્યુના કપરા સમયે લોકોને ઉપયોગી થાય એવી અંતિમયાત્રા બસ સમાજને અર્પણ કરવાનો વિચાર બહુ જ ઉમદા છે.
મધુસુદન મસાલાના ચેરમેન રિશીતભાઈ કોટેચાએ જણાવ્યું હતુંં કે, લોકો પાસેથી મળેલી સંપત્તિ જનસેવામાં અર્પીએ છીએ. પ્રજાએ મધુસુદન મસાલા ઉપર મૂકેલા વિશ્વાસના કારણે આ શક્ય બન્યું છે. કંપનીના સીએસઆર કાર્યક્રમ થકી હજુ સેવા અવિરત રહેશે એમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કાર્યક્રમમાં પોરબંદરના લોહાણા અગ્રણી પદુભાઈ રાયચુરા દ્વારા ખંભાળીયા સ્મશાનગૃહમાં અપાતી સેવા માટે સાંસદશ્રીઓ, ખંભાળીયાના અગ્રણીઓ અને ખંભાળીયા સ્વર્ગપુરીના સંચાલકોએ સન્માન કર્યુ હતું. પોરબંદરના લોહાણા અગ્રણી અશ્વિનભાઈ ખગ્રામમ, ભાજપના પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મોક્ષ મંદિર સ્મશાનના કોષાધ્યક્ષ ગિરીશભાઈ ગણાત્રા, મધુસુદન મસાલાના મોભી વિજયભાઈ કોટેચા, ડાયરેક્ઢટર અને જામનગર માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન હિરેનભાઈ કોટેચા, પાર્થભાઈ સુખપરિયા, ખંભાળીયા નગરપાલિકના પ્રમુખ વિજયભાઈ કણઝારીયા, ખંભાળીયા નગરપાલિકના કારોબારી ચેરમને રાજભાઈ પાબારી, દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય મયુરભાઈ નકુમ, એભાભાઈ કરમુર, જલારામ ટ્રસ્ટ મંડળના ભાવેશભાઈ વિઠલાણી, ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ રચનાબેન મોટાણી, રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ચંદ્રસિંહ જાડેજા, ખંભાળીયા નગરપાલિકાના સભ્ય ભાવસંગભાઈ જાડેજા, રાજપૂત, અગ્રણીઓ ભીખુભાઈ જેઠવા, મહિલા અગ્રણી નિમિષાબેન નકુમ સહિત અનેક અગ્રણીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ માટે ખંભાળીયા સ્વર્ગપુરી સ્મશાનના ટ્રસ્ટીઓ સુરેશભાઈ ભુત, વિરપાલભાઈ ગઢવી, નીતિનભાઈ ગણાત્રા, જગુભાઈ રાયચુરા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial