Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોતી હૈ, ચલતી હૈ...ટોક ઈન ધી રેવન્યુ સર્કલ
ખંભાળીયા તા. ૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ૧૪૪ પ્રાંત અધિકારી તથા નાયબ કલેકટરોની બદલીના સામૂહિક હુકમો થયા હતા જેમાં દ્વારકા ઈન્ચાર્જ પ્રાંત તથા મંદિર વહીવટ વાવ થરાદ પ્રાંત મુકાયેલા તથા તેમના સ્થાને ખંભાળીયા મામલતદાર યશપાલદાન ગઢવીને બઢતી સાથે મુકાયેલા પરંતુ ૧૦ દિવસ થવા છતાં પણ તેમને છૂટા ના કરાતા તથા દ્વારકા ઈન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણને પણ છૂટા ન કરાતા રેવન્યુ વર્તુળોમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છેે.
૧૪૪ પ્રાંત ડેપ્યુટી કલેકટરોની સામૂહિક બદલીઓમાં મોટાભાગના હાજર, છૂટા થઈ ગયા છે ત્યારે અહીં બે પ્રાંત અધિકારીને છૂટા તથા હાજર કરવાના મામલે ૧૦ દિવસથી કંઈ ના થતાં ચર્ચા જાગી છે. તો છૂટા ના કરવા કે હાજર નહીં કરવા બાબતે કોઈ ચોક્કસ બાબતે આમ થતું હોવાની ચર્ચાએ પણ વેગ પકડયો છે.
દ્વારકા મંદિર વહીવટદાર તેમના મનસ્વી નિર્ણયો તથા ભાવિકો દ્વારા ત્રણ-ત્રણ વખત માનવ અધિકાર પંચ સુધી થયેલ ફરિયાદો તથા મંદિરમાં આડેધડ વહીવટ તથા મહિનાઓ સુધી મંદિરને સાફ કરવું નહીં, ધોવું નહીં અને પૈસાથી દર્શન કરાવતા તત્ત્વો સામે ઢીલી નીતિની બાબતો ચર્ચાસ્પદ બની છે. તથા આ બાબતે ગાંધીનગર પણ રજૂઆત થઈ છે કે આ બદલીના ઓર્ડરનો અમલ કરાવવામાં ઉચ્ચ અધિકારી કેમ ઢીલી નીતિ કરી રહ્યા છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial