Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંજની ઘી મહાપૂજામાં ભાવિકો ઉમટ્યા
ખંભાળીયા તા. ૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઢગલાબંધ પ્રાચીન શિવ મંદિરોવાળા ખંભાળીયામાં આવેલા શિવ મંદિરોમાં શહેર તથા ગ્રામ્ય પંથકમાં શ્રાવણ માસના સોમવારે ભવ્યદર્શન તથા સાંજે આરતીમાં ભાવિકો ઉમટી પડ્યા હતાં.
ખંભાળીયાના ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, પાળેશ્વર મહાદેવ તથા શરણેશ્વર મહાદેવ મંદિરે ઘીની ભવ્ય મહાપૂજા તથા સાંજે નોબત-ઢોલ-નગારા સાથેની આરતીમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. ખામનાથ મંદિરે કાશી વિશ્વનાથ મહાદેવની ઘી મહાપૂજાના દર્શન યોજાયા હતાં ઉપરાંત વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ વિગેરે મંદિરોમાં આકર્ષક દીપ માળાના દર્શન યોજાયા હતાં.
શ્રાવણ માસના બીજા સોમવારે સવારથી જ ભાવિકો બિલ્વપત્ર તથા પુષ્પ લઈને પરિવાર સાથે પૂજા-અભિષેક કરવા ઉમટ્યા હતાં.
ખંભાળીયા શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં કોટા કોટેશ્વર, બજાણા કાશી વિશ્વનાથ, વડત્રા ધીંગેશ્વર, ભાતેલ ભોળેશ્વર વિગેરે મંદિરોમાં પણ ભાવિકો વિશેષ પૂજા તથા દર્શનમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial