Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોઝીબંદર, બેડીબંદર, માધાપર તથા જોડિયા-ભુંગા સહિતના વિસ્તારોમાં માછીમારો સાથે સંવાદઃ
ભારતના સાગરકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવાના હેતુથી જામનગરના સાગરકાંઠાઓમાં પણ ભારતના ફાસ્ટફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને રાખી તેમજ રાષ્ટ્રીય વિરોધી, ગેરકાયદે, અસામાજિક આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાના હેતુથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા જામનગર જિલ્લાના રોઝીબંદર, નવા-જૂના બેડીબંદર, માધાપર-ભુંગા, જોડિયા-ભુંગા સહિતના દરિયાઈ વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મરીન કમાન્ડો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બોટો, શંકાસ્પદ વ્યક્તિઓ, ફીશ લેન્ડીંગ પોઈન્ટ, ફીશીંગ સેન્ટર, વાઈટલ એરિયા અને અવાવરૂ જગ્યાઓમાં ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિત વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્કફોર્સના નાયબ મહાનિરીક્ષક એ.એમ. મુનીયા, હજીરા મરીન ટાસ્કફોર્સના પોલીસ અધિક્ષક એસ.જે. પરમાર, નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પારેખના માર્ગદર્શન હેઠળ જામનગર મરીન ટાસ્કફોર્સના પીઆઈ ડી.આર. યાદવ, પીએસઆઈ જી.એમ. બોપલીયા તથા મરીન કમાન્ડોની ટીમે પેટ્રોલિંગ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial