Advertisement
Author: નોબત સમાચાર

ખેતરોમાં ઈલેકટ્રીક મોટરોમાંથી વાયર કાપીને લઈ જવાતા પોલીસમાં ફરિયાદ

કુલ ૬૩૫ ફૂટ વાયર ચોરાઈ ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગર નજીકના ચેલા ગામની સીમમાં આવેલા કેટલાક ખેતરોમાં ઈલેકટ્રીક મોટરમાંથી ૬૩૫ ફૂટ વાયર ચોરાઈ ગયો છે. તમામ ખેડૂતો વતી એક ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-લાલપુર માર્ગ પર આવેલા ચેલા ગામની સીમમાં કેટલાક ખેતરોમાંથી ગઈ તા.૮ના દિને ઈલેકટ્રીક મોટરમાં ફીટ કરવામાં આવેલા વાયરની ચોરી થઈ છે.

તમામ ખેડૂતો વતી અરવિંદભાઈ માધવજીભાઈ નકુમે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના તથા અન્ય ખેડૂતોના ખેતરમાંથી છ એમએમનો ૮પ ફૂટ અને ચાર એમએમનો સાડા પાંચસો ફૂટ લંબાઈનો વાયર ચોરાઈ ગયો છે. કુલ રૂ।.૫૩૩૫૦ના વાયરની ચોરીનો પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh