Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્ઞાતિના હોદ્દેદારો-અગ્રણીઓ, દાતાઓની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. ૨૫: તાજેતરમાં ખંભાળીયામાં રાજયપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો ધો. ૧ થી ૧ર ના તેજસ્વી છાત્રોનો સરસ્વતી સન્માન કાર્યક્રમ જ્ઞાતિની બ્રહ્મપુરીમાં યોજાયો હતો.
આ ભવ્ય કાર્યક્રમમાં ખંભાળીયા શહેર તથા આસપાસના ગામોના જ્ઞાતિજનો તથા આગેવાનો, દાતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં તથા જ્ઞાતિના બહેનો પણ વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. અગ્રણીઓ તથા દાતાઓ તથા હોદ્દેદારો દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણના મહત્ત્વને લગતા પ્રાસંગિક વક્તવ્યો પણ કરવામાં આવ્યા હતાં.
સમગ્ર સરસ્વતી સન્માન કાર્યક્રમનું સંચાલન શ્રી કિરીટભાઈ ખેતિયા દ્વારા કરવામાં આવ્યું હતું તથા સમૂહ ભોજનથી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજયપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ અનિલભાઈ ખેતિયા, ઉપપ્રમુખ અજયભાઈ મોતા, મહામંત્રી કિરીટભાઈ ખેતિયા, ખજાનચી હસમુખભાઈ ભટ્ટ, મંત્રી કિશોરભાઈ ભટ્ટ સહિતની ટીમે પ્રસંશનીય કામગીરી કરી હતી તથા દાતાઓએ ઉદાર સાથે સહયોગ આપ્યો હતો તથા જ્ઞાતિના સ્વયંસેવક ભાઈઓ-બહેનોએ નિઃસ્વાર્થ ભાવે કરેલી કામગીરી બિરદાવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial