Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. સાધ્વી શ્રી હર્ષગુણાશ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં ધર્મોત્સવઃ
જામનગર તા. ૨૫: જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ મૂળ નાયક ભગવાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ બિરાજમાન છે. જે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધના ભવન ટ્રસ્ટ સંચાલિત પટેલ કોલોની શેરી નં. ૪માં શ્રાવિકા ઉપાશ્રયમાં ચાલુ વર્ષે ચાતુર્માસ બિરાજમાન શ્રી કેસરીસુરી સમુદાયના વડીલ સાધ્વીજી મ.સા. પ.પૂ. સાધ્વીજી શ્રી હર્ષગુણાશ્રીજી મ.સા. આદી ઠાણાની નિશ્રામા સોમવાર તા. ર૪-૮-ર૦ર૬ના બપોરે ૩ વાગ્યે શ્રી સંઘના બહેનો દ્વારા ર૪ તીર્થંકરોના માતા બની તીર્થંકરોના ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક,કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણકના પ્રસંગોને સાધ્વીજી મહારાજ દ્વારા તૈયાર કરાવાયા હતાં. જેને બહેનોએ ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરેલ હતાં.
ગઈકાલ તા. ર૪-૮-ર૦ર૬ના પટેલ કોલોનીમાં આવેલ સાધ્વીજી ઉપાશ્રયે પ.પૂ. સાધ્વીજી શ્રી હર્ષગુણાશ્રીજી મ.સા. આદી ઠાણા દ્વારા પટેલ કોલોની સંઘના બહેનોને ર૪ તીર્થંકર ભગવાનના માતા બની ભગવાનની વિશિષ્ટતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે માર્ગદર્શનના આધારે શ્રી સંઘના બહેનો દ્વારા ઠાઠ-માઠથી, શુસોભિત, ઘરેણાથી સજ્જથઈ તીર્થંકરોના માતાનો રોલ ભજવવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ તીર્થંકર શ્રી આદીનાથદાદાથી ર૪માં તીર્થંકર શ્રી મહાવીરસ્વામી ભગવાન સુધીના તમામ ભગવાનના અલગ-અલગ ચ્યવન કલ્યાણકથી માંડી તમામ કલ્યાણક અંગે સાધ્વીજી મહારાજ સાહેબે તૈયાર કરી આપેલ શબ્દો બહેનો દ્વારા બખૂબીથી નિભાવવામાં આવ્યા હતાં.
ભગવાનના જન્મ કલ્યાણક અંગે વિશિષ્ટ રીતે શબ્દો દ્વારા વર્ણન કરવામાં આવ્યું હતું. ભગવાનના બાળપણથી માંડીને લગ્ન સુધીનું વર્ણન કરવામાં આવ્યું હતું. જેમ કે, પ્રથમ તીર્થંકર શ્રી આદેશ્વર ભગવાનના ચ્યવન (માતાના ગર્ભમા) કલ્યાણક વિષે વર્ણન કરવામાં આવ્યું હતું. એ જ રીતે પંદરમાં તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાનના લગ્ન પ્રસંગનું વર્ણન કરાયું હતું. જેમાં ધર્મનાથ ભગવાનની માતા કહે છે કે, બેટા ધર્મ! તૈયાર થઈ ગયો, મારા લાલને કોઈની નજર ન લાગી જાય, રત્નપુરીનગરીના કોહિનુરરત્ન જેવા લાગે છે, દેવલોકના દેવને પણ ઝાંખા પાડે તેવો ઉજળો-ઉજળો વાન..., કોડભરી કન્યાઓને પતિ તરીકે તારા જેવો ઉત્તમ જીવ મળશે અને મારી પણ ઈચ્છા પૂરી થઈ. સાધ્વીજી મ.સા.એ તૈયાર કરી દીધેલા શબ્દોથી વિશિષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ બહેનોને વિશિષ્ટ ઈનામો આપવામાં આવ્યા હતાં. આ રીતે જામનગરમાં પટેલ કોલોની સંઘમાં શ્રાવિકા ઉપાશ્રયે પ્રથમ વખત સાધ્વીજી મ.સા. દ્વારા ભક્તિ કરવામાં આવી હતી. જે આજના યુગના યુવાનોને એક પ્રેરણા-ભગવાન વિશેની જાણકારી મળી રહે છે. જે પ્રકારના અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાધ્વીજી મ.સા. દ્વારા કરવામાં આવી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial