Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતને ફટકોઃ અમેરિકાની સરકાર એચ-૧બી વિઝા ફીમાં પણ કરશે રૂ।. ૯૯ લાખ જેટલો તોતીંગ વધારોઃ પ્રસ્તાવ મૂકાયો
વોશિંગ્ટન તા. ૨૫: અમેરિકાની ટ્રમ્પ સરકારે એક તરફ એચ-૧બી વિઝા ફીમાં તોતીંગ વધારાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ બી-૧ અને બી-૨ કેટેગરીના બે લાખ વિદેશીઓના વિઝા રદ કરવાની તૈયારી કરતા ભારતીયો સહિત વિદેશી નાગરિકોને ફટકો પડશે.
ટ્રમ્પ પ્રશાસન ૨૦૧૬ થી ૨૦૨૬ દરમિયાન ઇશ્યૂ કરાયેલા આશરે ૨ લાખ બી૧/બી૨ વીઝા રદ કરવાની તૈયારીમાં છે. અમેરિકામાં શરણ માંગનારા વિદેશી નાગરિકોને નિશાન બનાવવામાં આવશે. વિદેશ વિભાગ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.
જોકે, વીઝા રદ થવાથી તાત્કાલિક દેશનિકાલ થશે નહીં, પરંતુ તેઓ વિઝિટર સ્ટેટસ ગુમાવશે. આ નિર્ણય ઇમિગ્રેશન નિયમો કડક બનાવવાનો એક ભાગ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં શરણ માટે અરજી કરનારા અથવા શરણ મેળવવાનો પ્રયાસ કરી રહેલા આશરે ૨ લાખ વિદેશી નાગરિકોના બિઝનેસ (બી૧) અને ટૂરિઝમ (બી૨) વીઝા રદ્દ કરવા માટેની મોટી તૈયારી કરી રહૃાું છે.
જો આ યોજનામાં કોઈ ફેરફાર કે કાનૂની પડકાર નહીં આવે, તો વિદેશ વિભાગ દ્વારા આગામી સપ્તાહોમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. અમેરિકી ઇતિહાસમાં એક જ સમયે આટલી મોટી સંખ્યામાં વીઝા રદ્દ કરવાનો આ સર્વપ્રથમ અને મોટો કિસ્સો બનશે.
અહેવાલો તેમજ વિદેશ વિભાગના દસ્તાવેજો અનુસાર, આ કડક નિર્ણય હેઠળ વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૬ ની વચ્ચે ઈશ્યૂ કરવામાં આવેલા બી૧ અને બી૨ વીઝાનો સમાવેશ થાય છે. વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ સાથે મળીને એવા વિદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જેઓ ટૂંકા ગાળાના વિઝિટર તરીકે અમેરિકા આવ્યા હતા પરંતુ પાછળથી અહીં કાયમી ધોરણે રહેવા માટે શરણની અરજી દાખલ કરી દીધી હતી.
અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વીઝા રદ્દ થવાનો અર્થ એવો નથી કે તે લોકોને તાત્કાલિક દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. જે લોકોના શરણ મેળવવાના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓ કાનૂની રીતે તેમના દાવા પર આગળ વધવાનો અધિકાર જાળવી રાખશે.
જોકે, તેઓ પોતાનું બિઝનેસ કે ટૂરિઝમ વિઝિટર તરીકેનું સ્ટેટસ ગુમાવી દેશે. ટ્રમ્પ પ્રશાસનના બીજા કાર્યકાળની શરૂઆતથી જ અમેરિકી વીઝા અને ઇમિગ્રેશન નિયમોને અત્યંત કડક બનાવવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવી રહૃાું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન એચ-૧બી વિઝા ફી વધારીને ૧,૦૩,૨૬૫ ડોલર (લગભગ ૯૮.૯૨ લાખ રૂપિયા) કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે, કારણ કે ૭૦% થી વધુ એચ-૧બી વિઝા ભારતીયોને મળે છે.
જો આ નિયમ અમલમાં આવશે તો અમેરિકામાં નોકરી કરતા વિદેશી નાગરિકો માટે મુશ્કેલી વધશે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન એચ-૧બી વિઝા અને એફ-૧ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) કાર્યક્રમો માટે નવી તોતિંગ ફી લાગુ કરવાની તૈયારી કરી રહૃાું છે. આ નવા પ્રસ્તાવ હેઠળ એચ-૧બી વિઝા ફી વધારીને ૧,૦૩,૨૬૫ ડોલર એટલે કે આશરે ૯૮.૯૨ (લગભગ રૂ।. ૯૯ લાખ) લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (ડીએચએસ) દ્વારા આ પ્રસ્તાવ તૈયાર કરીને ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જો આ નવો નિયમ અમલમાં આવશે તો અમેરિકામાં વિદેશી નાગરિકો માટે નોકરી કરવી, અભ્યાસ પૂર્ણ કરી નોકરી શોધતા વિદ્યાર્થીઓ અને વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરતી કંપનીઓ માટે ખર્ચ ખૂબ વધી જશે.
એચ-૧બી પ્રોગ્રામ હેઠળ અમેરિકન કંપનીઓ વિશિષ્ટ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી કરી શકે છે. આ અંતર્ગત દર વર્ષે ૬૫,૦૦૦ સામાન્ય વિઝા અને ઉચ્ચ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ્સ માટે વધારાના ૨૦,૦૦૦ વિઝા બહાર પાડવામાં આવે છે, જેની માન્યતા ૩થી ૬ વર્ષ સુધીની હોય છે. અગાઉ આ વિઝા માટે સામાન્ય સંજોગોમાં આશરે ૨,૦૦૦ થી ૫,૦૦૦ ડોલર સુધીની સામાન્ય ફી ચૂકવવી પડતી હતી, જેમાં હવે જંગી વધારાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ પ્રસ્તાવિત ફેરફારની સૌથી મોટી અસર ભારતીયો પર પડશે, કારણ કે એચ-૧બી વિઝા મેળવનારાઓમાં ૭૦%થી વધુ હિસ્સો ભારતીયોનો છે. અમેરિકી ઇમિગ્રેશન સેવા (યુએસસીઆઈએસ) દ્વારા વર્ષ ૨૦૨૪માં મંજૂર કરાયેલી ૩,૯૯,૪૦૨ વિઝા અરજીઓમાંથી ૭૧% ભારતીય મૂળના લોકોની હતી. અમેરિકામાં હાલ ૫૨ લાખથી વધુ ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે. વિઝા ફી વધારા સંબંધિત આ દરખાસ્તો વ્હાઇટ હાઉસના મેનેજમેન્ટ અને બજેટ કાર્યાલય (ઓએમબી) સુધી પહોંચી ગઈ છે, જ્યાં ૧૯ ઓગસ્ટ અને ૨૦ ઓગસ્ટે તેની સમીક્ષા પ્રક્રિયા આગળ વધી હતી.
અહેવાલો અનુસાર, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ ઓપીટી અરજીઓ પર પણ ૧ લાખ ડોલર સુધીની ભારે ફી લાદવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. જોકે આ પ્રસ્તાવોની સંપૂર્ણ સત્તાવાર વિગતો હજુ સાર્વજનિક કરવામાં આવી નથી અને ટૂંક સમયમાં તેનું વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
અમેરિકાના સૌથી મોટા બિઝનેસ સંગઠન યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, ડેમોક્રેટિક શાસિત રાજ્યો અને નોકરીદાતાઓના સંગઠને આ ફી વધારા સામે કોર્ટમાં પડકાર ફેંક્યો છે. અરજીઓમાં દલીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રવેશ પ્રતિબંધિત કરવાની મળેલી સત્તા સંસદ (કોંગ્રેસ) દ્વારા બનાવેલા કાયદાને મનસ્વી રીતે બદલવાનો અધિકાર આપતી નથી. સંસદની મંજૂરી વિના આ પ્રકારનો મોટો ટેક્સ કે ફી લાદી શકાય નહીં. બીજી તરફ ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે, આ પરંપરાગત ટેક્સ નથી અને રાષ્ટ્રપ્રમુખના અધિકારોમાં કોર્ટની દખલગીરી મર્યાદિત હોવી જોઈએ.
ફી વધારા ઉપરાંત ડીએચએસ દ્વારા બેરોજગાર એચ-૧બી કર્મચારીઓ માટે મળતો ૬૦ દિવસનો ગ્રેસ પીરિયડ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. જો આ નિયમ મંજૂર થશે તો નોકરી ગુમાવનારા કર્મચારીઓ અને તેમના આશ્રિતોએ તરત જ અમેરિકા છોડવું પડશે, અન્યથા તેમના પર ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial