Advertisement
Author: નોબત સમાચાર

ડીકેવી સર્કલમાં સ્કોલરશીપના મુદ્દે વિરોધ-પ્રદર્શન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરના

                                                                                                                                                                                                      

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા સ્કોલરશીપના પ્રશ્ને આજે ડીકેવી સર્કલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એસસી/એસટી/ઈડબલ્યુ એસ કેટેગરીના વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપની રકમ મળી નથી. આથી સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને બાકી રકમ સત્વરે ચૂકવવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલ આ મહત્ત્વના પ્રશ્નનો તાત્કાલિક નિવેડો લાવવામાં આવે અને પાત્ર વિદ્યાર્થીઓને સ્કલરશીપની રકમ સત્વરે ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આજે એબીવીપીના કાર્યકરો દ્વારા ડીકેવી સર્કલમાં વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh