Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના રણજીતપર પાસે દરિયાકાંઠે અજાણ્યા યુવાનનો મૃતદેહ તણાઈ આવ્યો

કેન્સરની બીમારીએ યુવાનનો ભોગ લીધોઃં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા એક યુવાન કેન્સરનો શિકાર બન્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જોડીયાના રણજીતપર પાસે દરિયામાં રવિવારે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ તણાઈને આવ્યો છે. ખાનગી કંપનીના સિક્યુરિટી કર્મચારીએ તેની પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરી કરી છે.

ધ્રોલના ચામુંડા પ્લોટમાં વસવાટ કરતા જયેશભાઈ ડાયાભાઈ ખીમસુરીયા (ઉ.વ.૪ર) નામના કલરકામનો વ્યવસાય કરતા યુવાનને જીભનું આઠેક મહિના પહેલાં કેન્સર થયું હતું. ઓપરેશન કરાવાયા પછી તેની સારવાર ચાલુ હતી. તે દરમિયાન બીમારીએ ઉથલો મારતા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ હિતેશભાઈ ખીમસુરીયાએ પોલીસને જાણ કરી છે.

જોડીયા તાલુકાના બાલંભા તથા રણજીતપર નજીક ચોગલે કંપની વિસ્તારમાં રવિવારે દરિયાકાંઠે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ તણાઈને આવી પહોંચ્યો છે. કંપનીના સિકયુરિટી સુપરવાઈઝર  દિનેશભાઈ આર. દુબેએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમમાં ખસેડવા ઉપરાંત મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh