Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા કક્ષાના 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' કાર્યક્રમ યોજાયો

ભાણવડઃ પુરુષાર્થ વિદ્યા મંદિરમાં

                                                                                                                                                                                                      

ભાણવડના પુરુષાર્થ વિદ્યા મંદિરમાં જિલ્લા કક્ષાના 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' કાર્યક્રમ યોજાયો હતો. પુરુષાર્થ સ્કૂલના અગ્રણી ટ્રસ્ટી-પ્રમુખ ભીમસીભાઈ કરમૂરે પ્રાસંગિક ઉદ્બોધન કરી યુવા વર્ગને નશા જેવી સામાજિક બદીથી દૂર રહી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય બનવા અપીલ કરી હતી. આ તકે લોકગીત, નૃત્ય, નુક્કડ, ચિત્રકલા સહિતની સ્પર્ધાઓના માધ્યમથી સમાજમાં નશામુક્તિનો અસરકારક સંદેશ પહોંચાડ્યો હતો. તેમજ વિજેતા ઘોષિતોને પુરસ્કાર અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા યુવા અધિકારી વિશાલ નાગરાલે કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh