Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦૧૪-૧પ માં જામનગરમાં આપેલું નિવેદન ચર્ચામાં?
જામનગર તા. ૧: વર્ષ ર૦૦૮ માં ટેન્ડર બહાર પાડ્યા વગર જ ગુજરાતમાં પ૮ સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ મળતિયાઓને આપી દેવાતા ૪૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું.
રાજ્ય સરકારે વર્ષ ર૦૦૪ માં જળાશયો, નદીમાં ફિશિંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ માત્ર ટેન્ડરથી જ આપવા માટેનો નિર્ણય લઈ તેનો પરિપત્ર બહાર પાડ્યો હતો, પરંતુ વર્ષ ર૦૦૮ માં એ સમયે કેબિનેટ કક્ષાના કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પુરસોત્તમ સોલંકીએ બારોબાર પ૮ સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ પોતાના માનીતા લોકોને આપી દીધા હોવાનો આક્ષેપ થયો હતો.
આ કૌભાંડ સામે આવતા પાલનપુરના ઈશાક મારડિયાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ કૌભાંડના કોન્ટ્રાક્ટ ટેન્ડરની પ્રક્રિયા વગર હોવાથી રદ્ થયેલા, પરંતુ મંત્રીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી. વર્ષ ર૦૧ર માં ઈશાક મારડિયાએ બન્ને મંત્રીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ, કેસ દાખલ થવો જોઈએ એવી માંગ કરી હતી.
એવું કહેવાય છે કે એસીબીએ પોતાની તપાસમાં ૩પ૧ પાનાના રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં પુરસોત્તમ સોલંકીને ક્લીન ચીટ મળેલી હતી, પરંતુ તેમણે સરકારી અધિકારીઓને આ મળતિયાને કોન્ટ્રાક્ટ આપવા સમજાવ્યા હોવાનું અને એક નોંધ પણ લખી હતી.
વર્ષ ર૦૧૪-૧પ માં એક જાહેર સભામાં એક પૂર્વ મંત્રીએ કરેલા નિવેદનનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'કોર્ટની પ્રક્રિયા અને કામગીરી માપમાં રહેવી જોઈએ'. આ અંગે કોર્ટના અપમાનનો કેસ સંઘાણી સામે થયો હતો. તેમણે જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠમાં તાબડતોબ રૂબરૂ હાજર થવું પડ્યું હતું. લેખિત અને મૌખિક માફી, લાંબી સુનાવણી પણ તેમની માફી સ્વીકારી કેસ બંધ થયો હતો, તેવા ઉલ્લેખ સાથે ચાલી રહેલી ચર્ચાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial