Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખંડ રામધૂનને ૬ દાયકા પૂર્ણઃ ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા શ્રી બાલા હનુમાન મંદિરે બ્રહ્મલીન પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનનો ૧ ઓગસ્ટ ૧૯૬૪માં આરંભ થયો હતો. જે પછી આજ દિન સુધી સતત 'શ્રી રામ જય રામ જય જય રામ'નો નાદ ગુંજી રહ્યો છે. જેને પગલે મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. યુદ્ધ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ અને કોરોના જેવી મહામારીના કપરા કાળમાં પણ રામ નામનો બ્રહ્મનાદ અવિરત ગુંજતો રહ્યો છે. આજે અખંડ રામધૂનનો ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા ષષ્ઠીપૂર્તિ પાટોત્સવ નિમિત્તે ભગવાનની વિશેષ શણગાર અને ભોગ અર્પણ કરવામાં આવ્યા હતાં. તેમજ આજે સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદીર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા ભક્તોને મહાઆરતીનો લાભ લઈ પુણ્યલાભ મેળવવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial