Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રારંભે જ ઉછાળોઃ એશિયન બજારમાં પણ સુધારોઃ
મુંબઈ તા. ૧: શેરબજારમાં પ્રારંભે જ ઉછાળો જોવા મળ્યો હતો, અને સેન્સેક્સ તથા નિફ્ટી રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતાં.
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ યથાવત્ જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર ૮ર,૦૦૦ ની સપાટી ક્રોસ કરીને નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. આજે શેરબજારની શરૂઆતમાં જ સેન્સેક્સ ૮ર,૧ર૯ ની સપાટીને સ્પર્શી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ પહેલીવાર રપ,૦૦૦ ની સપાટીને કૂદાવી જતા રપ,૦પ૮ ની સપાટીને સ્પર્શી ગઈ હતી.
શેરબજારમાં પ્રિ ઓપનિંગ સેશન સાથે જ સેન્સેક્સમાં આજે ૩૮૭ પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો હતો જેની સાથે સેન્સેક્સ ૮ર,૧ર૯ ની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગયો હતો, જ્યારે નિફ્ટીએ પણ ૧ર૧ પોઈન્ટના ઉછાળા સાથે રપ,૦૭૮ ના લેવલને સ્પર્શ કર્યું હતું. નિફ્ટી પહેલીવાર રપ,૦૦૦ ની સપાટી કૂદાવી ગઈ છે.
સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે સાર્વત્રિક ઉછાળા સાથે એનર્જી, ઓટો, હેલ્થકેર અને મીડકેમ ઈન્ડેક્સે પણ ઐતિહાસિક ટોચ નોંધવી છે. ૧૦-રપ વાગ્યા સુધીમાં કુલ ર૯૭ શેર્સ વર્ષની નવી ટોચે અને ૩૦૩ શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ છે. બીએસઈમાં રર૧૯ શેર્સ સુધારા તરફી અને ૧૩૮૮ શેર્સ ઘટાડા તરફી થઈ રહ્યા છે. અમેરિકી ફેડ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરોમાં ઘટાડો થવાનો સંકેત આપી ડોવિશ વલણ અપનાવ્યું હોવાની જાહેરાત કરતા જ ભારતીય શરેબજારમાં ઉછાળો નોંધાયો છે. ડોલર ઈન્ડેક્સ અને ૧૦ વર્ષની યુએસ ટ્રેઝરી ચીલ્ડમાં ઘટાડો નોંધાવાની સાથે એશિયન અને યુરોપિયન બજારમાં પણ સુધારાનું વલણ જોવા મળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial