Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરેલુ એલપીજીના બાટલાના ભાવો યથાવત્:
નવી દિલ્હી તા. ૧: ૧૯ કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો છે અને બાટલાદીઠ સાડાછ રૂપિયાનો વધારો કરાયો છે.
સરકારી ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે, જે ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી આવ્યું છે. હવે દિલ્હીમાં તેની કિંમત ૧૬પર.પ૦ રૂપિયા થઈ ગઈ છે જે ગયા મહિને ૧૬૪૬ રૂપિયા હતી. આ રીતે તેની કિંમતમાં ૬.પ રૂપિયા છે.
હવે તેની કિંમત કોલકાતામાં ૧૭૬૪.પ૦ રૂપિયા, મુંબઈમાં ૧૬૦પ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૮૧૭ રૂપિયા થઈ ગઈ છે. વધેલા ભાવ આજથી અગાઉ સતત ચાર મહિના સુધી તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
જો કે, ફરી એકવાર ઘરોમાં ઉપયોગમાં લેવાતા ૧૪.ર કિલોગ્રામ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત ૮૦૩ રૂપિયા પર યથાવત્ છે.
ઉલ્લેખનિય છે કે, કન્ફેક્શનર્સ ૧૯ કિલોના સિલિન્ડરનો ઉપયોગ કરે છે. તેની કિંમત વધ્યા પછી બહાર ખાવું-પીવું મોંઘુ થઈ શકે છે. અગાઉ સતત કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧ જુલાઈએ તેની કિંમતમાં ૩૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ૧ જૂને તેની ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા ૧ મે ના પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં ૧૯ રૂપિયાનો ઘટાડો કરવામાં ૩૦.પ રૂપિયાનો ઘટાડો થયો હતો. આ પહેલા ફેબ્રુઆરી અને માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો.
દરમિયાન આજે કાચા તેલની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અથવા ર.૦૯ ડોલરના વધારા સાથે બેરલ દીઠ ૮૦.૭ર ડોલરના ભાવ પર ટ્રેડ કરી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial