Advertisement
Author: નોબત સમાચાર

ફેફસાંના કેન્સરનું પ્રમાણ મહિલાઓ કરતા પુરુષોમાં ૬૬% વધુઃ ચિંતાજનક

અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં પાંચ વર્ષમાં ૪૬૬૦ દર્દીઓ નોંધાયા

અમદાવાદ તા. ૧: આજે વર્લ્ડ લંગ કેન્સર-ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે પુરૂષોમાં વધી રહેલાં ફેફસાના કેન્સરના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે તેમ ચર્ચા થઈ રહી છે.

આજે વર્લ્ડ લંગ કેન્સર ડે મનાવાઈ રહ્યો છે, ત્યારે ચોંકાવનારા આંકડાની ચર્ચા થઈ રહી છે. ફેફસાના કેન્સરનું પ્રમાણ પુરૂષોમાં ૮ર ટકા અને મહિલાઓમાં ૧૮ ટકા જણાયું છે, તે ચિન્તાજનક ગણાય.

છેલ્લા પાંચ વર્ષમાં માત્ર અમદાવાદના સરકારી કેન્સર હોસ્પિટલ એવી જીસીઆરઆઈમાં જ ૪૬૬૦ દર્દીઓ ફેફસાના કેન્સરના આ દર્દીઓની વિગતો મુજબ ૮ર ટકા દર્દીઓ પુરૂષ છે અને ૧૮ ટકા જેટલા દર્દીઓ મહિલા છે. આમ મહિલાઓ કરતા પુરૂષોમાં ફેફસાના કેન્સરનું પ્રમાણ અને જોખમ ચારથી પાંચ ગણુ વધુ હોય છે અને જેની પાછળ સૌથી મોટું કારણ બીડી-સિગારેટનું વ્યસન હોય છે.

અમદાવાદની સિવિલ કેમ્પસની ગુજરાત કેન્સર અને રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે ર૦૧૯ થી ર૦ર૩માં ફેફસાના કેન્સરના ૪૬૬૦ દર્દીઓ નોંધાયા છે. જેમાં ૩૮૪૧ દર્દીઓ પુરૂષો છે અને ૮૧૯ દર્દીઓ મહિલા છે. આમ પુરૂષોમાં ફેફસાના કેન્સરનું પ્રમાણ ૮ર.૪ર ટકા અને મહિલાઓમાં ૧૭.પ૮ ટકા છે.

દર્દીઓની ઉંમર પ્રમાણે જોઈએ તો સૌથી વષુ ૧૯.૯૧ ટકા દર્દીઓ ૬૦ થી ૬પ ની ઉંમર વચ્ચેના છે. જો કે ૪૦ થી ૬૦ ની ઉંમર વચ્ચેના પ૦ ટકા દર્દીઓ જોવા મળ્યા છે. જીસીઆરઆઈના ડિરેકટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું કે વિશ્વમાં દર વર્ષે ૧.૯૯ કરોડથી વધુ દર્દીઆ જુદા જુદા કેન્સરના નોંધાયા છે. જેમાં ર૪૯૦ લાખથી વધુ ફેફસાના કેન્સરના હોય છે. દર વર્ષે વિશ્વમાં ૧૮ લાખથી વધુ દર્દીઓ ફેફસાના કેન્સરથી મૃત્યુ પામે છે.

ભારતની વાત કરીએ તો ભારતમાં ૮૧ હજારથી વધુ દર્દીઓ દર વર્ષે ફેફસાના કેન્સરના નોંકાયા છે અને જેમાંથી ૭પ હજાર જેટલા મૃત્યુ પામે છે. ફેફસાના કેન્સરમાં ૮પ ટકા દર્દીઓ મુખ્યત્વે કારણ ધ્રુમપ્રાન જોવા મળે છે. પ્રથમ અને બીજા સ્ટેજમાં ઓપરેશન કે સર્જરી અને કીમો થેરાપી તેમજ રેડીયોથેરાપી સહિતની ટ્રીટમેન્ટ આપીને દર્દીને સાજા કરવામાં આવે છે. જીસીઆરઆઈમાં માત્ર પાંચ વર્ષમાં ૪૯૯૦ દર્દીઓ નોંધાયા છે અને જેમાં ગુજરાતના ૩ર૯૦ તથા મધ્યપ્રદેશના ૬૮૯ અને ઉત્તરપ્રદેશના ૬૮ તેમજ બાકીના અન્ય રાજ્યોના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh