Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ માસ દરમ્યાન જામનગરના
જામનગર તા. ૧: જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં.૧ માં પૌરાણિક અને સુપ્રસિદ્ધ ચાંદીથી મઢાયેલ પિપળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તા. પ-૮-ર૪ના શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે સવારે ૯ કલાકે દાતાઓના તેમજ લતાવાસીઓના સહયોગથી બનાવેલ ચાંદીના તમામ આભુષણોની શાસ્ત્રોકત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવશે. ત્યારપછી દરરોજ શ્રાવણ માસ દરમ્યાન સાંજે ૬ થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી આ ઉત્તમ પ્રકારના બનાવેલ તમામ ચાંદીના આભુષણોના દર્શન શિવભકતોને કરાવવામાં આવશે. તદ્ઉપરાંત શ્રાવણ માસના પ્રથમ સોમવારે ૧૦૮ દિવડાઓની આરતી તેમજ ફૂલ મંડળી દ્વારા મંદિરને ફૂલનો શણગાર કરવામાં આવશે અને પ્રથમ દિવસની ધ્વજાજી પૂજાના યજમાન નંદનભાઈ ભટ્ટ તેમજ તેમના પત્ની અંજલીબેન ભટ્ટ ઉપસ્થિત રહી પૂજા વિધિનો લાભ લેશે. આ ધાર્મિક કાર્યક્રમ સૂર્યનારાયણ મંદિરના પૂજારી દધીજી મહારાજ દ્વારા શાસ્ત્રોકત વિધી મુજબ પૂજા કરાવવામાં આવશે. આ તમામ ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન શારડા ફોરેકસ પરિવારના મોભીઓ હરીઓમભાઈ શારડા તથા રામભાઈ શારડા તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. સર્વે શિવભકતોને દર્શનનો લાભ લેવા પિપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે પૂજારી પરિમલભાઈ ભટ્ટ મો. ૬૩પ૪પ ૩૭૭૮૦નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial