Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસકર્મીની બાઈકને મોટરથી ઠોકર મારી હતીઃ
જામનગર તા. ૧: ખંભાળિયામાં દસ વર્ષ પહેલાં એક ટ્રાફિક પોલીસકર્મી પોતાની ફરજ પર હતા ત્યારે તેઓએ મોટર હટાવી લેવા માટે એક શખ્સને કહ્યા પછી હાજર દંડ ભરવા આગ્રહ કર્યાે હતો. તેનો ખાર રાખી બીજા દિવસે તે પોલીસ કર્મચારીના બાઈકને પાછળથી મોટર વડે ઠોકર મારી તેઓની હત્યાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે બે શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને રૂ. ૧ લાખ વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યાે છે.
આ ચકચારી કેસની વધુ વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વર્ષ ૨૦૧૪માં જિલ્લાની ટ્રાફિક શાખામાં દેવાણંદભાઈ આલાભાઈ સુવા નામના પોલીસ કર્મચારી ફરજ બજાવતા હતા. તેઓ ગઈ તા.૫-૭-૧૪ના દિને ખંભાળિયામાં મિલન ચાર રસ્તા પાસે ફરજ પર હતા.
આ વેળાએ ત્યાં રોડ પર કાળા રંગની મોટર રાખીને એક શખ્સ ઉભો હતો તેને દેવાણંદભાઈએ મોટર સાઈડમાં લઈ લેવા જણાવ્યું હતું. તે પછી મોટરમાંથી ઉતરેલા કલ્યાણપુરના મેવાસા ગામના રામદે માલદેભાઈ ગાધેર નામના શખ્સે હું કોણ છું, તે તને ખબર નથી, તને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. તેમ છતાં પોલીસ કર્મચારીએ હાજર દંડ ભરવા આગ્રહ કર્યાે હતો. તે પછી બીજા દિવસે પોલીસકર્મી દેવાણંદભાઈ પોતાના મોટર સાયકલ પર માર્કેટીંગ યાર્ડ તરફ જતા હતા ત્યારે રસ્તામાં રામદે ગાધેર તથા વિજય ઉર્ફે વીરો દેવાણંદ ગાધેર નામના શખ્સો તેમને જોઈ ગયા હતા. આ શખ્સોએ પોતાની મોટરથી દેવાણંદભાઈનો પીછો કર્યા પછી તેમના પર મોટર ચઢાવી દીધી હતી. જેમાં દેવાણંદભાઈને ગંભીર ઈજા થઈ હતી. તેઓએ ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ખંભાળિયાની કોર્ટમાં ચાલી જતાં અદાલતે પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ કરવાના ગુન્હામાં આ બંને આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી આજીવન કેદની સજા ફટકારી છે અને દેવાણંદભાઈને રૂ. ૧ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો પણ આરોપી રામદે ગાધેર તથા વિજય ગાધેરને હુકમ કર્યાે છે. સરકાર તરફથી પીપી કમલેશ સી. દવે રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial