Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજૂઆત
જામનગર તા. ૧: જામજોધપુરના આમઆદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના પાકોને થયેલા નુકસાનનું તાકીદે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા રજૂઆત કરી છે.
જામનગર તા. ૧: આમઆદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે, છેલ્લા પંદર દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના ચોમાસું પાકો મગફળી અને કપાસને મોટાપાયે નુકસાન થયું છે.
એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ વરસાદથી ખેતરો ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ ખેતરોમાં પાણી ભર્યા છે, જેના કારણે સંપૂર્ણ પાકો બગડી ગયા છે. આથી સમગ્ર ગુજરાતના જે-જે વિસ્તારોમાં અતિભારે વરસાદ પડેલ છે, ત્યાં ખેડૂતોના પાકોને થયેલ નુકસાનીનું તાત્કાલિક સર્વે કરાવી તેમને યોગ્ય વળતર ચૂકવવા તેમણે માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial