Advertisement
Author: નોબત સમાચાર

શાકભાજી ઉગાડવા બિયારણના ઈનપુટ કિટ્સ વિનામૂલ્યે અપાશે

અનુસૂચિત જાતિના ખેડૂતોને

ખંભાળીયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને શાકભાજી પાકોના હાઈબ્રિડ બિયારણના ઈનપુટ કિટ્સ વિનામૂલ્યે આપવામાં આવશે.

બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ ર૦ર૪ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનુસૂચિત જાતીના તમામ ખેડૂતોને ૧૦ ગુઠા વાવેતર વિસ્તાર માટે રૂ.  ર૦૦૦ ની મર્યાદામાં શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણ ઈનપુટ કિટ્સ વિનામૂલ્યે આપવાનું નક્કી થયેલ છે. આ લાભ ખેડૂતોને ર૦ ગુઠા સુધી રૂ.  ૪૦૦૦ સુધી મળવાપાત્ર છે.

ઈનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટર પરથી કરવામાં આવશે તો લાભ લેવા માગતા અનુસૂચિત જાતિના ખેડૂતોએ અરજી ફોર્મ ૮ અ ના દાખલા, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, રેશનકાર્ડના પુરાવાઓ સાથે નાબય બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ રૂમ નં. એ-ર/૧૮, લાલપુર રોડ, જામખંભાળીયાના સરનામે તાત્કાલિક પહોંચાડવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh