Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં દોઢ-જામનગરમાં છેલ્લા ર૪ કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો

હાલારમાં મેઘાવી માહોલ વચ્ચે

જામનગર તા. ૧: છેલ્લા ર૪ કલાકમાં ખંભાળીયામાં દોઢ ઈંચ તેમજ હાલારના અન્ય ત્રણ તાલુકામાં હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ થયયો હતો. હાલારમાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ નોંધનીય વરસાદ થયો ન હતો. છેલ્લા ચોવિસ કલાકમાં જામનગરમાં ૧૪ મીમી, કાલાવડમાં ૩ મીમી અને ધ્રોલમાં ૧ મીમી, વરસાદ નોંધાયો છે. જ્યારે ગામડામાં જોઈએ તો લાખાબાવળમાં ૧૩ મીમી, મોટી ભલસાણમાં ૧૦ મીમી, પડાણામાં ૮ મીમી, મોટા ખડબામાં ૬ મીમી, હરીપરમાં પાંચ મીમી વરસાદ થયો છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયામાં દોઢ ઈંચ પાણી વરસ્યું હતું. અન્યત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh