Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત ભાજપમાં નવાજુનીના એંધાણઃ મંત્રીમંડળ વિસ્તરણ?

ભાવનગર ભાજપમાં ભાંગજડઃ પોસ્ટર યુદ્ધ

અમદાવાદ તા. ૧: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષમાં ઘણાં જિલ્લાઓમાં ભાંગજડ ચાલી રહી છે અને ટાંટિયાખેંચ પરાકાસ્ટાએ પહોંચી ગઈ છે, અને ભાવનગરમાં તો પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું હોવાના અહેવાલો છે, તો બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપમાં નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, અને ટૂંક સમયમાં પ્રદેશ ભાજપના સંગઠનના માળખામાં ફેરફાર સાથે મંત્રીમંડળનું વિસ્તરણ કે ફેરબદલ થાય, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે.

એવું કહેવાય છે કે ભાવનગરમાં ભાજપના કોર્પોરેટરો અને શહેરનું સંગઠન આમને-સામને આવી ગયા છે અને પરોક્ષ રીતે પોસ્ટર યુદ્ધ લડી રહ્યા છે. આને કહેવાય... ઘર ફૂટે ઘર જાય...!

ભાવનગરની ભાંગજડના અહેવાલોમાં તથ્ય હોય તો નવા ફેરફારો થાય ત્યારે આ પ્રકારે જ અન્ય શહેરોમાં પણ ટોપ ટુ બોટમ આંતર્યુદ્ધનો નિવેડો લાવવા હાઈકમાન્ડ પ્રયાસ કરશે અને ઘણાં લોકોના પત્તા કપાશે, તેવી અટકળો વચ્ચે હવે ખુલ્લેઆમ બળવો થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા હોવાના થતા દાવાઓને ફગાવાઈ પણ રહ્યા છે.

બીજી તરફ અર્જુનભાઈ મોઢવાડિયાને ટૂંક સમયમાં ગુજરાતના મંત્રીમંડળમાં સમાવાશે, તેવી અટકળોએ 'દિલ્હી'ની મુલકાત પછી જોર પકડ્યું છે. એટલું જ નહીં, 'સાફસુફી' કરવા રાજ્યના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફાર કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એન્ટી ઈન્કમબન્સી દૂર કરવા તથા સંગઠનમાં વધી રહેલ ખેંચતાણ દૂર કરવાના પ્રયાસો થશે તેવું રાજકીય પંડિતો માને છે.

રાષ્ટ્રીય કક્ષાએ નીતિન ગડકરીએ સ્વાસ્થ્ય ક્ષેત્રે જીએસટીનો જાહેરમાં વિરોધ કર્યા પછી ભાજપમાં ટોપ ટુ બોટમ ખેંચતાણ થઈ રહી હોવાના તારણો નીકળી રહ્યા છે અને સ્વાસ્થ્ય્ વીમા વગેરે પર જીએસટી હટાવવા કે ઘટાડવાના મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણ હવે પીછેહઠ કરશે, તેમ જણાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh