Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧: જામનગરની પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા અને ડાયાબિટીસથી પીડાતા પરપ્રાંતિય પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. જ્યારે લઘુશંકા માટે ગયેલા અન્ય એક પરપ્રાંતિયને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.
જામનગરના બેડી બંદર રોડ પર આવેલી પંચવટી સોસાયટી નજીક ડ્રીમ હાઉસ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા મૂળ ઓરિસ્સાના પુરી જિલ્લાના ખડાગોડા ગામના વતની અને હાલમાં ખાનગી નોકરી કરતા પ્રસન્નાકુમાર લક્ષ્મણ મહારાણા (ઉ.વ.૫૯) નામના પ્રૌઢ ચારેક વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. તેઓ ગઈકાલે રાત્રે પોતાના રહેણાંકના સ્થળે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવી જતાં ઢળી પડ્યા હતા. તેઓનું મૃત્યુ થયાનું સંતોષ કુમાર લક્ષ્મણ મહારાણાએ પોલીસમાં જાહેર કર્યુ છે.
લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક સ્કૂલ પાસે ભાડાના મકાનમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના જાજપુર જિલ્લાના મજહીસાહી ગામના વતની અને ખાનગી કંપનીમાં નોકરી કરતા આશિષકુમાર કલકર દાસ (ઉ.વ.રપ) નામના યુવાન મંગળવારે સાંજે લઘુશંકા માટે બાથરૂમ તરફ ગયા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા પડી ગયા હતા. તેઓને સારવાર માટે રિલાયન્સની હોસ્પિટલમાં અને ત્યાંથી જામનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ થયું છે. સત્યવ્રત રાધાગોવિંદ દાસે પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે તેની નોંધ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial