Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પીપલ્સ કો.ઓપ. બેંકની વાર્ષિક સામાન્ય સભા સંપન્ન

ટૂંક સમયમાં કેટલીક સેવાઓ-સુવિધાઓ વધારાશે

જામનગર તા. ૧: જામનગર પીપલ્સ કો.ઓપ. બેંક લી. ની ૪૧ મી વાર્ષિક સામાન્ય સભા તા. ર૧-૭-ર૪ ના ચેરમેન દિપકભાઈ બદીયાણીના અધ્યક્ષ સ્થાને ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં મળી હતી.

વર્ષ ર૦ર૩-ર૪નો ખર્ચ અને જોગવાઈ બાદ કરતા રૂ.  ર૪ લાખ ૭૩ હજાર થયો છે. વર્ષાન્તે બેન્કનું ગ્રોસ એન.પી.એ રૂ.  ર૬.૮૮ લાખ રહે છે તે કુલ ધિરાણના ૦.૪૮ ટકા છે. તેની સામે બેન્કે કરેલી શકમંદ લેણાની જોગવાઈ રૂ.  ૩૯.ર૦ લાખ છે. આમ બેંકનું નેટ એનપીએ ઝીરો રહ્યું છે.

બેન્ક દ્વારા ગ્રાહકોને અદ્યતન સુવિધા આપવામાં આવે છે. મોબાઈલ બેન્કીંગ સેવા પણ શરૂ કરવામાં આવી છે. બેન્કનો સીઆરએઆર રીઝર્વબેન્કની ગાઈડલાઈન મુજબ ૯ ટકા જાળવવાનો હોય છે તે ૧૯.૬૪ ટકા જાળવવામાં આવે છે. નાના-નબળા વર્ગના પ૦ હજાર સુવિધાનું ધિરાણ કોઈપણ જાતની સિક્યોરીટી વગર માત્ર બે જામીન લઈને આપવામાં આવે છે. બેન્કે ઓડીટ વર્ગ-અ, જાળવી રાખ્યો છે. થાપણદારોની પાંચ લાખ સુધીની થાપણો વીમાથી સુરક્ષિત છે. બેંકના ચેરમેન દિપકભાઈ બદીયાણીના જણાવ્યા મુજબ બેંકનું લક્ષ્ય ગ્રાહક સેવા છે અને ટૂંક સમયમાં યુપીઆઈ/ આઈએમપીએસની સગવડો વધારવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સાથે ડિવિડન્ટ બાળકોને પ્રોત્સાહનની જાહેરાત કરી હતી. બેન્કના વાઈસ ચેરમેન હર્ષવધનભાઈ કોઠારીએ આભારવિધિ કરી હતી. બેંકના રોજીંદા વહીવટમાં મદદરૂપ થનાર એચડીએફસી, આઈડીબીઆઈ, એનપીસીઆઈ એનએસીએચ અને ગુજ. અર્બન કો.ઓપ. બેન્ક ફેડરેશન, સૌ. કચ્છ અર્બન કો.ઓપ. બેન્કર્સ ફેડરેશનનો આભાર વ્યકત કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઈઓ અતુલભાઈ શાહે કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh