Advertisement
Author: નોબત સમાચાર

કોટડાબાવીસીની સીમમાં મોડીરાત્રે જામેલા જુગાર પર પોલીસનો દરોડો

ઘોડીપાસા, એકીબેકી તથા વર્લીનો જુગાર પણ ઝબ્બેઃ

જામનગર તા. ૧: જામજોધપુરના કોટડાબાવીસી ગામની સીમમાં ગઈરાત્રે ગંજીપાના વડે જુગાર રમતા સાત શખ્સને પોલીસે રૂ. ૫૭,૫૦૦ની રોકડ સાથે પકડી પાડ્યા છે. જ્યારે જામજોધપુર, શંકરટેકરીમાંથી વર્લીબાજ પકડાયા છે. ચલણી નોટના નંબર પર જુગાર રમતા બે શખ્સ ઝડપાયા છે. ઘોડીપાસા વડે જુગાર રમતા બે શખ્સને મુલ્લામેડી પાસેથી પોલીસે ઝડપી લીધા છે.

જામજોધપુરના કોટડા બાવીસી ગામની સીમમાં ગઈ રાત્રે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી પીઆઈ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં નદી પર બેઠા પુલની આડશમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા નારણભાઈ દેવાણંદભાઈ ધારાણી, રમેશભાઈ કરશનભાઈ મકવાણા, દિલીપભાઈ પ્રભાશંકર વ્યાસ, પ્રદીપ રજનીભાઈ પંડયા, સંજય હરિભાઈ પટેલ, અર્જુન પરેશભાઈ માકડીયા, દર્શિત દીપકભાઈ નાગર નામના સાત શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૫૭૫૦૦ રોકડા કબજે કર્યા છે.

જામનગરના બર્ધનચોક વિસ્તાર પાસે મુલ્લા મેડી નજીક ગઈકાલે બપોરે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા શબ્બીર મજીદ બાજરીયા, મોઈન ઈકબાલ બકાલી નામના બે શખ્સને સિટી એ ડિવિઝનના સ્ટાફે પકડી લઈ રૂ. ૩૭૦૦ રોકડા ઝબ્બે લીધા છે.

જામજોધપુરના સતાપર ગામમાં ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખી રહેલા રમેશ ઉર્ફે ખટક ખેંગારભાઈ સોંદરવા નામના શખ્સને પોલીસે પકડી પાડી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે લીધી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે ગઈકાલે રાત્રે વર્લીનું બેટીંગ લેતાં સૈફઅલી હસન સેતા ઉર્ફે પપ્પુ નામના શખ્સને સિટી સી ડિવિઝનના સ્ટાફે પકડી લીધો હતો. તેના કબજામાંથી ફોન, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૂ. ૧૨,૩૫૦ રોકડા કબજે થયા છે. તેણે સચાણાના હાજી બચુ કકલનું નામ આપ્યું છે.

જામનગર નજીકના ધુંવાવ હાઉસીંગ બોર્ડ પાસે ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા રમઝાન રઝાકભાઈ રફાઈ, મહંમદશા ઈકબાલશા શાહમદાર નામના બે શખ્સને પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે પકડી લઈ રૂ. ૧૧૨૦ કબજે લીધા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh