Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાકક્ષાનો યુવા ઉત્સવ ૧૦ ઓગસ્ટે ઉજવાશે

ખંભાળિયા, ભાણવડ, ભાટિયા અને મીઠાપુરમાં

ખંભાળિયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકા તથા જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકો પાસેથી તા. ર ઓગસ્ટ સુધીમાં અરજીઓ મગાવાઈ છે.

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત તાલુકા તથા જિલ્લાકક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છેે

યુવા ઉત્સવમાં વયજુથ 'અ' વિભાગ ૧પ વર્ષથી ઉપર અને ર૦ વર્ષ સુધીના (૩૧-૧ર-ર૦ર૪ થી ૩૧-૧ર-ર૦૦૯ વચ્ચે જન્મેલા). 'બ' વિભાગ ર૦ વર્ષથી ઉપરના અને ર૯ વર્ષ સુધીના (૩૧-૧ર-૧૯૯પ થી ૩૦-૧ર-ર૦૦૪ વચ્ચે જન્મેલા) અને 'ખુલ્લો' વિભાગ ૧પ વર્ષથી ઉપરના અને ર૯ વર્ષ સુધીના (૩૧-૧ર-૧૯૯પ થી ૩૧-૧ર-ર૦૦૯ વચ્ચે જન્મેલા) સ્પર્ધક કલા વિભાગ, સાહિત્ય વિભાગ અને સાંસ્કૃતિક વિભાગની અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈ શકશે.

તાલુકા કક્ષાએથી શરૂ થતી સાહિત્ય વિભાગની કૃતિઓ જેવી કે વકૃતૃત્ત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા કલા વિભાગની કૃતિઓ જેવી કે, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા અને સાંસ્કૃતિક વિભાગની કૃતિઓ જેવી કે લગ્નગીત, હળવું કંય્ય સંગીત, લોકવાદ્ય સંગીત, ભજન, સમૂહગીત, એકપાત્રીય અભિનય વગેરે કૃતિઓમાં સ્પર્ધકો ભાગ લઈ શકશે.

સીધી જિલ્લાકક્ષાની શરૂ થતી કૃતિઓ જેવી કે લોકનુત્ય, લોકગીત, એકાંકી (હિન્દી/અંગ્રેજી), શાસ્ત્રીય કંઠ્ય સંગીત હિન્દુસ્તાની, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ હળવું, ગિટાર, શાસ્ત્રીય નૃત્યુ ભરતનાટ્યમ્ શાસ્ત્રીય નૃત્ય, મણિપુરી, ઓડિસી, કુચીપુડી, કથ્થક, શીઘ્ર વકતૃત્ત્વ (હિન્દી/અંગ્રેજી) સ્પર્ધામાં સ્પર્ધકો કૃતિના નિયમો પ્રમાણે ભાગ લઈ શકશે. વધુમાં (અ) લાઈફ સ્કિલ વિભાગમાં સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકિંગ, ડિક્લેમેશન, ફોટોગ્રાફી (બ) યુવાકૃતિ વિભાગમાં હેંડી ક્રાફ્ટ, ટેક્ષટાઈલ્સ અને એગ્રો પ્રોડક્ટના જેવી કૃતિઓમાં સ્પર્ધકો ભાગ લઈ શકશે.

તાલુકા કક્ષાની સ્પર્ધા માટે ખંભાળિયા તાલુકા માટે તા. ૧૦-૮-ર૦ર૪, આર.એન. વારોતરિયા કન્યા વિદ્યાલય-ખંભાળિયા, ગોજિયા વજસીભાઈ (મો. ૯૩૭૬૧ પ૧૦૦૦), ભાણવડ તાલુકા માટે તા. ૧૦-૮-ર૦ર૪ પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ ભાણવડ, શીલુ ખુશાલભાઈ (મો. ૯૦૩૩૪ ર૦૯૪૦), કલ્યાણપુર તાલુકા માટે તા. ૧૦-૮-ર૦ર૪ એલ.એન.પી. હાઈસ્કૂલ ભાટિયા પ્રિયંકભાઈ પરમાર (મો. ૯૪ર૮૩ ર૦૦૧૧), દ્વારકા તાલુકા માટે તા. ૧૦-૮-ર૦ર૪ મીઠાપુર હાઈસ્કૂલ મીઠાપુર ધર્મેન્દ્રભાઈ ખેતિયા (મો. ૯૮૭૯૪ ૦૩પ૮પ) નો સંપર્ક કરીને તેઓને ફોર્મ પહોંચાડવાના રહેશે. સવારે સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ અરજી સાથે આધાર કાર્ડની કોપી જોડી તા. ર-૮-ર૦ર૪ સુધીમાં જિલ્લા સેવા સદન, રૂમ નં. સી.૧/ર અને સી.૧/૪, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પ્રથમ માળ, લાલપુર બાય પાસ રોડ, જામખંભાળિયાને મોકલી આપવાની રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh