Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદના પરિવાર સાથે વડાપ્રધાને આનંદની પળો વિતાવી
નવી દિલ્હી તા. ૧: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના નવા પુસ્તક 'કોલ ઓફ ધ ગીર' ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસમાં એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે.
વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથેસાથે નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી. આ પ્રસંગે પરિમલ નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને 'પ્રોજેક્ટ લાયન અને 'લાયનજ્ર૨૦૪૭ અમૃતકાળની પરિકલ્પનાના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત કર્યુ છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે.
આ પુસ્તક અર્પણ કર્યા પછી શ્રી નથવાણી સાથેના અનૌપચારિક સંવાદમાં, વડાપ્રધાનશ્રીએ ગીરના પ્રવાસન અંગે પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગીર અભ્યારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂરિયાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાને આ સુંદર કોફી ટેબલ બૂક બહાર પાડવા અંગેની પરિમલભાઈની પ્રતિબદ્ધતાને બિરદાવતા જણાવ્યું હતું કે, તેમણે વ્યાવસાયિક અને જાહેરજીવનની જવાબદારીઓને સંતુલિત કરીને 'કોલ ઓફ ધી ગીર' (ગીરના સાદ) નો પ્રત્યુત્તર આપ્યો છે.
'કોલ ઓફ ધ ગીર' એ પરિમલ નથવાણીની વધુ એક કોફી ટેબલ બુક છે. ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિગનોગ દ્વારા તેનું પ્રકાશન કરાયું છે. અગાઉ ર૦૧૭ માં, તેમણે પુસ્તક 'ગીર લાયન્સ પ્રાઈડ ઓફ ગુજરાત' લખ્યું હતું. જેનું પ્રકાશન ટાઈમ્સ ગ્રુપ બુક્સ (ટીજીબી) દ્વારા કરાયું હતું.
રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ આ પ્રસંગે માનનીય વડાપ્રધાનનો આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું છે. અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે, ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial