Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યભરમાં ગરમાયો મુદ્દોઃ અન્ય શિક્ષણાધિકારીઓ પણ ડી-ગ્રેડ થવા તૈયાર?
ખંભાળિયા તા. ૧: ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગ કઈ રીતે કામ કરી રહ્યો છે તે ચર્ચામાં રહ્યું છે તથા તાજેતરમાં રાજ્યમાં જામનગર, બોટાદ અને રાજકોટના ત્રણ જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા તેમને મળેલી બઢતીનો અસ્વીકાર કરીને ફરી પાછા આચાર્યમાં જવા તૈયારી બતાવીને હુકમ પણ થયો જે સમગ્ર રાજ્યમાં આશ્ચર્ય સાથે ચર્ચાપાત્ર બન્યું તથા 'ટોક ઓફ ધી સ્ટેટ' બનેલા આ ચર્ચાપાત્ર મુદ્દા પછી હજુ પણ અનેક વર્ગ-૧ માં પ્રમોશન મળેલા જિ.શિ.ઓ ફરી પાછા આચાર્યમાં ડીગ્રેડ થવા તૈયાર હોવાનું બહાર આવતા ભારે ચર્ચા જાગી છે તથા સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ગરમાયો છે.
સામાન્ય રીતે જ્યારે બઢતી આપવામાં આવે ત્યારે આગામી બે વર્ષમાં ખાલી પડનાર નિવૃત્ત થનારા અધિકારીઓની સંખ્યા જોઈને કરવાનો સરકારનો નિયમ છે ત્યારે ર૯-૧ર-ર૩ ના બઢતીનો હુકમ થયો જેમાં બે વર્ષની ગણતરીમાં ૧ર૧ જગ્યાઓ થાય તેના બદલે ૬૭ ના હુકમો કરાયા! પહેલા તો એક જિલ્લામાં એક જ જિ.શિ. છે, જે પ્રાથમિક, માધ્યમિક બન્ને સંભાળે પણ પછી ધીરે ધીરે વધારીને ૬૭ ને બઢતી અપાઈ પણ તેમાંના અનેક ફરીથી આચાર્યમાં જવા ઈચ્છે છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટી સામે ગુજરાત હાઈકોર્ટમાં એક સરકારી અધિકારી વર્ગ ર દ્વારા દાદ મંગાઈ અને નિયમ વિરૂદ્ધ કાર્યવાહી થઈ હોય, ત્રણેક હજાર પાનાના ડોક્યુમેન્ટ સાથે દાદ માંગતા શિક્ષણ વિભાગને પરશેવો આવી ગયો હતો તથા તાજેતરમાં રાજ્ય સરકારે જે જિલ્લા શિક્ષણાધિકારીની બઢતી અપાઈ છે તેમની ખાતાકીય પરીક્ષાઓ લેવાનું જાહેર કર્યું છે. નવાઈની વાત છે કે પટાવાળો પણ ખાતાકીય પરીક્ષા વગર ક્લાર્ક થઈ શકતો નથી અને રાજ્યના શિક્ષણ વિભાગે ૬૭ ને વર્ગ ૧ ની પોસ્ટ જિલ્લા શિક્ષણાધિકારી બનાવી દીધા. હવે ખાતાકીય પરીક્ષા જે અગાઉ કરતા અઘરી થઈ ગઈ છે અને હાલ જિ.શિ.ની ચાલુ ફરજે તૈયારી કરીને આપવાની હોય અને જો આ પરીક્ષામાં પાસ ના થાય તો સરકાર જ ફરજિયાત વર્ગ ૧ માંથી વર્ગ ર માં ડીગ્રેડ કરી દ્યે. તેથી પણ કેટલાક અધિકારી 'માનભેર' અગાઉથી જ ફરી પાછા વર્ગ ૧ ની જિ.શિ.ની બઢતીનો અસ્વીકાર કરીને પાછા આચાર્યમાં જવા તૈયાર થવા લાગ્યા છે.
નવાઈની વાત એ છે કે ર૯-૧ર-ર૦ર૩ ના જે દિવસે ૬૭ ને પ્રમોશનનો હુકમ થયો તેના અડધા કલાકમાં જ નવ જિ.શિ. કક્ષાના અધિકારીને પણ નાયબ નિયામકની બઢતી અપાયેલી. જગ્યા ખાલી થવાનું જાણ થવા છતાં પણ આ હુકમ થયો તે પણ ચર્ચાપાત્ર બન્યો હતો.
માત્ર સાત મહિનામાં બઢતી પામેલા વર્ગ ૧ ના અધિકારી ડીગ્રેડ થવા માંડ્યા છે, ત્યારે શિક્ષણ વિભાગની 'ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી' સમગ્ર રાજ્યમાં ચર્ચાપાત્ર બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial