Advertisement
Author: નોબત સમાચાર

જામનગરઃ સત્યસાઈ સ્કૂલમાં કારગીલ દિવસની ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા ઉજવણી

કારગીલ વોર વેટરન કર્નલ શ્રેયસ મહેતા અને નિવૃત્ત નાયબ સુબેદાર દિનેશ કટારીયાનું સન્માનઃ

જામનગર તા. ૧: આઠ (૮) ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સત્યસાઈ વિદ્યાલયમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં કારગીલ યુદ્ધનો હિસ્સો બનેલા સેનાનીઓએ એનસીસી કેડેટ્સને સંબોધ્યા હતા.

કારગીલ વિજય દિવસની રજત જયંતી આ વર્ષે ઉજવાઈ રહી છે. ભારતના વીર સેનાનીઓએ કારગીલ યુદ્ધ વખતે પ્રાણોની આહુતિ આપીને જે રીતે ભારતને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો તે ક્ષણોના પ્રત્યક્ષ સાથી બનેલા બે સેનાનીઓને ૮ (આઠ) ગુજરાત નેવલ યુનિટ એનસીસી તથા સત્યસાઈ વિદ્યાલય દ્વારા તા.૨૫-૭-૨૪ના આમંત્રિત કરવામાં આવ્યા હતા.

બાલાચડી સૈનિક સ્કૂલના પ્રવર્તમાન આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા (કારગીલ વોર વેટરન) અને સેવા નિવૃત્ત નાયબ સુબેદાર દિનેશ કટારીયા દ્વારા નેવી તથા આર્મીના કેડેટ્સને કારગીલ યુદ્ધની વીરતાભરી ક્ષણોની ઝાંખી કરાવવામાં આવી હતી.

કર્નલ શ્રેયસ મહેતા ૧૨ જૂન ૧૯૯૯માં ઈન્ડિયન મિલીટરી એકેડમીમાંથી આર્મી એડયુકેશન કોર્ષમાં કમિશન પ્રાપ્ત કર્યા બાદ તુરત જ (ચાર) ૪ જાટ રેજિમેન્ટમાં લેફનન્ટ તરીકે નિયુક્તિ પામી કારગીલમાં ઓપરેશન વિજયમાં ભાગ લીધો હતો. કાકસરમાં તેમની રેજીમેન્ટ દ્વારા બજરંગ પોસ્ટ રીકેપ્ચર કરવામાં આવી હતી.

નાયબ સુબેદાર દિનેશ કટારીયા (સેવા નિવૃત્ત) કારગીલ યુદ્ધ સમયે સિક્કીમમાં પાયોનિયર યુનિટમાં ફરજ પર હતા. તેમના યુનિટને તાત્કાલિક અસરથી રાતોરાત જમ્મુ કાશ્મીર જવાનો આદેશ મળેલો. કારગીલ યુદ્ધમાં જમ્મુ કાશ્મીરની મોસ્કો વેલીમાં મહાર રેજિમેન્ટ સાથે જોડાઈ તેમની યુનિટે વીરતાનું પ્રદર્શન કર્યું હતું.

આ બંને જાંબાઝોએ ઓપરેશન વિજયની સંવેદનશીલ અને અતિશય કપરી પરિસ્થિતિને વર્ણવી એનસીસી કેડેટ્સને સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. આઠ (૮) ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા આ બંને વીર સેનાનીઓને મોમેન્ટો અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે એનસીસી કેડેટ્સ માટે યોજાયેલી પોસ્ટર ચેકીંગ સ્પર્ધાના વિજેતાઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સત્યસાઈ વિદ્યાલયના ચેરમેન, માનદ્દ વીંગ કમાન્ડર મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાના ભારતીય સેના પ્રત્યેના અતુલ્ય અને લગાવને કારણે તેમની દૂરંદેશી, માર્ગદર્શન અને સહકારથી સત્યસાઈ વિદ્યાલયમાં આર્મી તથા નેવીના કેડેટ્સ નેતૃત્વ, સેવા, સમર્પણ, એકતા-અનુશાસનના ગુણો જીવનમાં ઉજાગર કરી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh