Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યાની તથા મની લોન્ડરીંગ સહિતના ગુન્હાની અપાઈ ધમકીઃ
જામનગર તા. ૧: જામનગરના એક મહિલાને ગયા જૂન મહિનામાં એક અજાણ્યા શખસે વોટ્સએપ કોલ કરી તમારા વિદેશથી આવેલા એક પાર્સલમાં ડ્રગ્સ તથા ચાર ક્રેડીટ કાર્ડ મળ્યા છે તેમ જણાવી પોતાની ઓળખ કસ્ટમ ઓફિસર તરીકે આપી આ મહિલાને ડરાવ્યા હતા. તે પછી બીજા શખ્સોએ પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી આ મહિલાના આધારકાર્ડથી પાંચ રાજ્યમાં બેંક ખાતા ખૂલેલા છે અને આ મહિલા મની લોન્ડરીંગ તેમજ હ્યુમન ટ્રાફિકીંગના ગેરકાયદે વ્યવસાયમાં સંડોવાયેલા છે તેમ કહી અત્યંત ભયભીત કર્યા પછી આ મહિલાને ક્લિનચીટ આપવા માટે રૂ. ૧૫ લાખ આપવા પડશે તેમ કહી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક ખાતામાં રૂ. ૧૫ લાખ ટ્રાન્સફર કરાવી લીધાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં વસવાટ કરતા એક પ્રૌઢાને ગયા જૂન મહિનામાં જુદા જુદા બે મોબાઈલ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યા હતા. જેમાં સામા છેડે રહેલા વ્યક્તિએ પોતાની ઓળખાણ કસ્ટમ ઓફિસર તરીકે આપી તમારા નામનું એક પાર્સલ આવ્યું છે તેની તલાશી લેવાતા તેમાંથી ૧૭૦ ગ્રામ ડ્રગ્સ તેમજ ચાર ક્રેડીટ કાર્ડ મળી આવ્યા છે તેમ જણાવ્યંુ હતું.
ત્યારપછી બીજા નંબર પરથી આવેલા વોેટ્સએપ કોલમાં બીજા શખ્સે પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકેની આપી તમારૂ આધાર કાર્ડ ક્યા છે તેમ પૂછી તેના પરથી પંજાબ, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર રાજ્યમાં એસબીઆઈ, એક્સિસ, આઈસીઆઈસીઆઈ તેમજ એચડીએફસી બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે અને તેના કારણે આ મહિલાનું નામ મની લોન્ડરીંગ અને હ્યુમન ટ્રાફિકીંગમાં ખૂલ્યું છે તેમ જણાવ્યું હતું.
આ બંને શખ્સોએ નગરના મહિલાને ઉપરોક્ત ગુન્હાઓમાં ધરપકડ કરવામાં આવશે તેવી ભીતિ બતાવી ડરાવવાનું શરૂ કર્યું હતું. આ શખ્સોની વાતોમાં આવી ગયેલા મહિલાએ પોતે કોઈ ગુન્હામાં સંડોવાયેલા નથી તેથી બચાવી લેવા માટે વિનંતી કરતા આ શખ્સોએ પોતાનું અસલી પોત પ્રકાશ્યું હતું.
બંને શખ્સોએ તે માટે પૈસા આપવાનું કહી તેની સામે આ મહિલા કોઈ ગુન્હામાં સંડોવાયેલા નથી તે પ્રકારનું સર્ટિફિકેટ મળશે તેમ જણાવ્યું હતું. તેથી આ સર્ટિફિકેટ મેળવનાર નગરના મહિલાએ ઉપરોક્ત શખ્સોના જણાવ્યા મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક એકાઉન્ટમાં રૂ. ૧૫ લાખ નાખી આપ્યા હતા. ગયા જૂન મહિનામાં તા.૨૦ની બપોરથી તા.૨૧ની રાત્રિ સુધીમાં આ શખ્સોએ ઉપરોક્ત રકમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારપછી નગરના મહિલાને પોતાની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની જાણ થઈ હતી. તેઓએ પોલીસનું શરણું લીધુ હતું. આ બાબતની ગઈકાલે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ કરવામાં આવી છે. પીએસઆઈ એન.પી. ઠાકુરે આઈપીસી ૧૨૦ (બી), ૧૭૦, ૪૨૦, ૩૮૮, ૪૧૯ તથા આઈટી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial