Advertisement
Author: નોબત સમાચાર

ઘી ડેમના ઓવરફલોના પાણીથી ખામનાથ મહાદેવ જવામાં ભકતોને હાલાકી

કેનેડી બ્રીજ બંધ થતા ડાયવર્ઝન ઉપર

ખંભાળીયા તા. ૧: ખામનાથ જવા માટે કેનેડી બ્રીજ હતો જે ૧ર૦ વર્ષથી પણ જુનો અને જર્જરીત હોય તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે તથા હેઠવાસમાં ડાયવર્ઝન શરૂ કરાયો છે પણ ત્યાં ઘી ડેમ છલકાતા ઉપરવાસથી આવતા પૂરમાં આ ડ્રાયવર્ઝન બે વખત ધોવાઈ ગયું છે તથા જતાં રસ્તા પર એટલો કાદવ કીચડ છે કે લોકોના વાહનો પડી જાય. ત્રીજો રસ્તો પગપાળા ઘી નદી પરના ચેકડેમ પાજ ઉપરથી આવવાનો છે ત્યાં તે ચેકડેમ ઓવરફલો વિશાળ પાણીના જથ્થામાં હોય ત્યાંથી પણ ના નીકળાતા લોકોને ખામનાથ મંદિર કે જે ગામથી માત્ર અડધા પોણા કિમી જ છે ત્યાં જવું હોય તો ગામમાંથી હાઈવે પર હોસ્પિટલ પાસે જઈ પોરબંદર રોડ પરથી જવાય કે ગામમાં રામનાથ નવચેતન શાળા થઈ જવાય જે બન્ને રસ્તો પાંચ પાંચ કિમી દૂર થાય તેવી સ્થિતિ છે!!

એકાદ વર્ષથી જર્જરિત પુલનું કામ પણ શરૂ નથી થયું અને આ ડ્રાયવર્ઝન પણ બંધ જેવી સ્થિતિમાં હોય રોજ ખામનાથ મોટી સંખ્યામાં પગપાળા ભકતો તથા બહેનો પણ જતાં હોય તથા પ્રત્યેક શ્રાવણ માસ તથા વિશિષ્ટ દિનોમાં અહીં ૧ર થી ૧૩ ઘી મહાપૂજા વિશિષ્ટ દર્શન થતાં હોય ત્રણેય રસ્તા બંધ જેવી સ્થિતિમાં ભકતો પરેશાન થઈ ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh