Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલના સુધાધુનામાં યુવાને ગળાટૂંપો ખાઈ કરી આત્મહત્યાઃ
જામનગર તા. ૧: કાલાવડમાં રહેતા એક મકરાણી પરિવારની ૧૪ વર્ષની પુત્રીએ ધો.૯ની પરીક્ષામાં નાપાસ થવાથી નાસીપાસ થઈને ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે પત્ની તથા પરિવારથી અલગ રહેતા ધ્રોલના સુધાધુના ગામના યુવાને પણ ગઈકાલે ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.
કાલાવડ શહેરના પંજેતન નગરમાં આવેલી સિલ્વર સોસાયટીમાં વસવાટ કરતા ઈસ્માઈલભાઈ જુસબભાઈ બ્લોચ નામના પ્રૌઢની પુત્રી અસ્મિન (ઉ.વ.૧૪) થોડા મહિના પહેલા લેવાયેલી ધો.૯ની પરીક્ષામાં નાપાસ થઈ હતી. પરીક્ષામાં નિષ્ફળ જવાથી આ તરૂણી નાસીપાસ થઈ ગઈ હતી. તેણીએ ગઈકાલે સાંજે પોતાના ઘરે છતમાં રહેલા પંખામાં દુપટ્ટા વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ તરૂણીનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા જમાદાર જે.એચ. પાગડાર દોડી આવ્યા હતા. તેઓએ પિતા ઈસ્માઈલભાઈનું નિવેદન નોંધ્યું છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી છે. ધ્રોલ તાલુકાના સુધાધુના ગામમાં રહેતા દિનેશભાઈ મધાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૭) નામના યુવાન ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે તેઓએ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તે પહેલાં તેમનું મૃત્યુ નિપજ્યંુ હતું. મૃતકના પત્ની વનીતાબેને પોલીસને જાણ કરી છે. તેઓએ જણાવ્યા મુજબ દિનેશભાઈ થોડા સમયથી પોતાના પત્ની તથા પરિવારથી અલગ રહેતા હતા. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial