Advertisement
Author: નોબત સમાચાર

ઓછા રોકાણે વધુ વળતર અપાવવાની લાલચ બતાવી રૂ. ૬૦ લાખની છેતરપિંડી

ખાનગી કંપનીમાં નોકરી કરતા આસામી ઠગાયાઃ

જામનગર તા. ૧: જામનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા એક આસામીએ શેરખાન મેક્સ મોબાઈલ એપ મારફતે શેરબજારમાં એક મહિનામાં ૬૦ લાખ રોક્યા પછી તેઓને છેતરપિંડીનો ભોગ બનાવાયા હોવાનું જણાઈ આવતા મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો છે.

જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પ્રતાપસિંગ રામેશ્વરસિંગ તોમર નામના યુવાનને ગઈ તા.૩૦ એપ્રિલના દિને એક અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યો હતો. જેમાં તેઓને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ બતાવી માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવી દેવાની ખાતરી અપાઈ હતી. તેથી લાલચમાં આવેલા પ્રતાપસિંગે મેસેજમાં તે અંગે વાતચીત શરૂ કરી હતી.

ત્યારપછી અજાણ્યા શખ્સે તેઓને ટ્રેડીંગ કરવાની લાલચ બતાવી એક એપ મોબાઈલમાં ડાઉનલોડ કરાવી હતી. તે એપથી પ્રતાપસિંગે શેરખાન મેક્સ મોબાઈલ એપ મારફત એક મહિનામાં રૂ. ૬૦ લાખ રોકી દીધા હતા. તે પછી આ રકમ તા.૩૧ મેના દિને તેમના ખાતામાં ટ્રાન્સફર કરવાની ખાતરી અપાઈ હતી.

તે ખાતરી પછી પણ પૈસા પોતાના ખાતામાંથી ઉપાડી ન શકાતા પ્રતાપસિંગે તે નંબર પર કોલ કર્યાે હતો. જેમાં કુલ રકમના ૨૦ ટકા પ્રોસેસીંગ ફી પેટે જમા કરાવવા વાત કરાઈ હતી. તેથી પ્રતાપસિંગે પોતાના પુત્રને તે બાબત જણાવ્યા પછી વધુ તપાસ કરાતા આવી કોઈ પેઢી ન હોવાનું અને ઓછા રોકાણે વધુ રોકાણ મેળવવાની લાલચમાં પ્રતાપસિંગના રૂ. ૬૦ લાખ ૩૬ હજાર ચાઉં થઈ ગયાની વિગત બહાર આવી હતી. તેઓએ ૧૭ ટ્રાન્ઝેક્શનમાં તેમની આ રકમ મેળવી લેવાયાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh