Advertisement
Author: નોબત સમાચાર

પુત્રીને ફોન ન કરવાનું કહેવા આવેલા પિતાને ગાળો ભાંડી શખ્સે આપી ધમકી

મોટા વડાળામાં યુવકને મારી નાખવાની દાટી આપીઃ

જામનગર તા. ૧: જામનગરના એક શખ્સે હાલમાં રાજકોટમાં રહેતી તરૂણીને અવારનવાર ફોન કરીને પજવતા ગઈકાલે આ તરૂણીના પિતા સમજાવટ કરવા જામનગર આવ્યા હતા. તેઓને આ શખ્સે ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે કાલાવડના મોટા વડાળામાં એક યુવાનને અગાઉના ઠપકાનો ખાર રાખી ગાળો ભાંડી ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના પુનીતનગર વિસ્તારમાં અગાઉ રહેતા એક પ્રૌઢ હાલમાં રાજકોટમાં માધાપર ચોકડી નજીક એક સોસાયટીમાં રહેવા માટે ચાલ્યા ગયા છે. આ પ્રૌઢની પુત્રીને મચ્છરનગરમાં રહેતો મિતરાજ સિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામનો શખ્સ અવાર નવાર ફોન કરીને પજવતો હતો.

આ શખ્સને સમજાવવા માટે ગઈકાલે મચ્છરનગરમાં તે પ્રૌઢ આવ્યા હતા. આ વેળાએ ઉશ્કેરાયેલા મીતરાજસિંહે તેઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના નાની જાગધાર ગામના વતની મહેશભાઈ વાલાભાઈ બારૈયા તેમજ તેના પત્ની ત્રણેક મહિના પહેલાં બાઈકમાં જતા હતા ત્યારે રસ્તામાં સાહિલ ગફાર મુલતાની નામના શખ્સે બંનેને પજવ્યા હતા. તેથી મહેશભાઈએ તેમ કરવાની ના પાડતા સાહિલે ખાર રાખ્યા પછી ગઈ તા.૨૬ની રાત્રે ગાળો ભાંડી મહેશભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મહેશભાઈએ ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh