Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્વાસ ઉપડતા બીમાર મહિલાનું મૃત્યુઃ
જામનગર તા. ૧: ધ્રોલના લતીપરમાં ઠંડાપીણાના વ્યવસાય માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના એક યુવાનને ગઈકાલે ફ્રીઝના તૂટેલા વાયરમાંથી વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે હૃદયના વાલ્વની બીમારીથી પીડાતા મહિલાને હોસ્પિટલથી ઘેર લઈ જતી વખતે રસ્તામાં શ્વાસ ઉપડતા તેમનું મૃત્યુ થયું છે. પોલીસે બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં વ્યવસાય માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના ચીતોડગઢ જિલ્લાના ફતેપુરા ગામના વતની સુનિલભાઈ હંસરાજભાઈ જાટ (ઉ.વ.૨૦) નામના યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરના ફળીયામાં રાખવામાં આવેલા છોટા હાથીમાં મુકાયેલા ફ્રીઝને બંધ કરવા માટે ગયા હતા.
આ વેળાએ ફ્રીઝમાં ઈલેકટ્રીક વાયર તૂટેલો હતો અને તે વાયર ઈલેકટ્રીક બોર્ડ સાથે લગાડાયેલો હતો તેને અડકી જતાં સુનિલભાઈને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. આ યુવાન ફેંકાઈ ગયા હતા. બેશુદ્ધ હાલતમાં તેઓને સારવાર માટે ધ્રોલ દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેમનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. વિકાસ રામલાલ જાટે પોલીસને જાણ કરી છે.
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા જાગૃતિબેન અનિલભાઈ કણઝારીયા (ઉ.વ. ૨૮) નામના પરિણીતાને આઠેક વર્ષથી હૃદયના વાલ્વની બીમારી લાગુ પડી હતી. તેઓ ચારેક મહિનાથી અમદાવાદમાં સારવાર મેળવતા હતા. આ મહિલાને સોમવારે રજા આપવામાં આવતા તેઓને ખંભાળિયા લાવવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન રાજકોટથી જામનગર વચ્ચે તેઓને શ્વાસ ઉપડતા તેમનું મૃત્યુ થયાનું પતિ અનિલભાઈ દેવરાજભાઈ કણઝારીયાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. ખંભાળિયા પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial