Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગઈકાલ સુધીમાં કોલેરાના ર૭ પોઝિટિવ કેસ નોંધાયાઃ સઘન સફાઈ શરૂ

મનપાની આરોગ્ય શાખા દ્વારા રોગચાળા નિયંત્રણના પગલાં લેવાયા

જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રોગચાળા નિયંત્રણ માટે પગલાં લેવાનું શરૂ કરાયું છે અને ગઈકાલ સુધી કોલેરાના ર૭ કેસ નોંધાયા હોવાનું જણાવાયું છે. નગરમાં સાફસફાઈ શરૂ કરાઈ હોવાનો દાવો કરાયો છે.

જામનગરમાં તા. ૩૧-૭-ર૦ર૪ ના કોલેરાના કોઈ પોઝિટિવ કેસ આવેલ નથી. ગઈકાલ સુધી કોલેરાના કુલ ર૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી પુરુષ-૧ર અને સ્ત્રી-૧પ, હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ૩ દાખલ છે અને હોસ્પિટલમાંથી કુલ ર૩ દર્દીઓને રજા આપવામાં આવી છે અને ૧ દર્દીને ઓ.પી.ડી.માં સારવાર આપવામાં આવી હતી.

આરોગ્ય કેન્દ્ર મેડિકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે તેમાં મેડિકલ ટીમ ર૦, ઘરની સંખ્યા ૧ર૩૧, વસતિ પ૧૯૪, ઓ.આર.એસ. પેકેટનું વિતરણ ૧૦૮, ક્લોરીન ટેબલેટ વિતરણ ૮ર૧૦, ઝાડાના કેસ ૩, રેસીડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કર્યાની સંખ્યા ૩૬, તેમાંથી ટેસ્ટ પોઝિટિવ ૩૬, ટેસ્ટ નેગેટીવ ૦ કરવામાં આવેલ છે.

વોટર વર્કસ વિભાગ દ્વારા બેકટેરિયોલોજિકલ પરીક્ષણ ૩૭ સેમ્પલ લેવામાં આવેલ છે, તેમાંથી પીવાલાયક ર૬, બીન પીવાલાયક પ (બોર) છે, અને પ સેમ્પલની તપાસણી કરવાની બાકી છે. તા. ૩૦-૭-ર૦ર૪ ના વિસ્તારમાં કુલ લાઈન લીકેજ ૧પ, રીપેર લીકેજ ૧૪, બાકી લીકેજ ૧ છે.

ભૂગર્ભ ગટર શાખા દ્વારા ર૧ ગટર લાઈનની સફાઈ કરવામાં આવેલ છે. ફૂડ શાખા દ્વારા લુઝ ડ્રીન્કીંગ વોટર ટેસ્ટ સેમ્પલ ૮૦ તેમાંથી પ૪ રિપોર્ટ ફીટ આવેલ છે અને ર૬ પેન્ડીંગ છે.

શહેરમાં પાણીપૂરીની ૩૩ લારીઓ, શેરડી રસ ડીપો ૧૩, છૂટક બરફના એકમો ૧૦, ગોલાની ૯ દુકાનો બંધ કરાવવામાં આવ્યા છે. અખાદ્ય ખોરાક ૬૩૬ કિલોનો નાશ કરવામાં આવ્યો છે. સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૪રરપ કિલો જંતુનાશક દવાના પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો છે.

જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસનો ૧ શંકાસ્પદ કેસ નોંધાયેલ હતો. શહેરમાં ચાંદીપુરા વાયરસના કેસ ન નોંધાય તે માટે આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં શહેરમાં આવેલા ૩૬૭૯ જેટલા કાચાપાકા ઘરોમાં મેલોથિયો (પ ટકા) દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ૪૪ જેટલા કાચાપાક ઘરોની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે તેમજ પ આંગણવાડી તથા ૪ સ્કૂલની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો.

શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાના કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પત્તિને નિયંત્રિત કરી શકાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તા. ૩૧-૭-ર૦ર૪ ના આરોગ્ય કેન્દ્રની સુપરવાઈઝર ૪૪, સર્વેલન્સ ટીમ ૧૮૮ દ્વારા વસતિ પ૩,૩૬૪, ઘર ૧૧,૯૦૩ તથા ૬૭,૧૮૯ પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી છે.

ઉપરોક્ત ઘરોમાંથી સામાન્ય તાવના ૮૭ કેસ જોવા મળેલ જેમની સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત ઘરોમાંથી ર૬૦ ઘરોમાં ર૯૭ પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતાં. પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય તે માટે ૧ર,૮પર પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવી હતી તથા ૩૭૪ પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયું હતું. શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ ર૪ જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh