Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લૂટ્રેપનું વેંચાણ અટકાવવા તંત્રની તાકીદઃ ઓચિંતી તપાસ

 

ઉત્પાદન, વેચાણ, ઉપયોગ પર પ્રતિબંધનો કડક અમલ કરવા ક્રુરતા નિવારણ સમિતિની બેઠકમાં સૂચના

જામનગર તા. ૧: ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરની સૂચના અનુસાર સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંગે જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર કચેરીમાં યોજાઈ હતી.

સમીક્ષા બેઠકમાં અધ્યક્ષ જામનગર પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી અને જિલ્લા કલેકટર જામનગર દ્વારા ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેંચાણ અને વપરાશને લઈને સમગ્ર જામનગર જિલ્લામાં સદંતર પ્રતિબંધ માટે કડક સૂચના આપવામાં આવી હતી.

તેમજ મળેલ માહિતી મુજબ જામનગર શહેરમાં એમ.કે. ઈન-કોર્પોરેશન દ્વારા આ પ્રકારના ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપનું અન્ય જિલ્લા અને રાજ્યમાં જથ્થાબંધ વેંચાણ અને તેનું માર્કેટીંગ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

તેથી જામનગર પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીની કારોબારી સમિતિ દ્વારા ટીમ બનાવીને આ સ્થળે આકસ્મિક સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના પ્રતિબંધના ચુસ્ત અમલીકરણ બાબતે સચોટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પીસીએ, ૧૯૬૦ અંતર્ગત જામનગર જિલ્લામાં કોઈપણ જવાબદાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા જો આ પ્રકારના ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપનું ઉત્પાદન,વેંચાણ તથા ઉપયોગ કરતા હોવાનું ધ્યાનમાં આવશે, તો તેની ઉપર નિયમોનુસાર અને કાયદેસર કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉકત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, નાયબ પશુપાલક નિયામક ડો. તેજસ શુકલ તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh