Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાને થઈ ૨૨ કરોડથી વધુની આવક

૧૫ દિવસની વ્યાજ માફી યોજનામાં

જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ ૧૫ દિવસ માટે વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેમાં કુલ ૨૨ કરોડથી વધુ આવક થઈ છે. જ્યારે ૧ એપ્રિલથી અત્યાર સુધીમાં ૮૯ કરોડની ટેક્સ પેટે આવક મળી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા તા. ૧૫-૦૭-૨૪થી તા. ૩૧-૦૭-૨૪ સુધી વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેનો ૬૩૮૩ આસામીઓએ લાભ લીધો હતો અને તેમણે હાઉસ ટેક્સ માટે ૨૦,૯૭,૧૬,૫૯૧ ની ભરપાઈ કરી હતી.

જ્યારે ૨૨૪૮ આસામી દ્વારા પાણી ચાર્જની રૂ.  ૧,૫૭,૫૧,૯૮૧ની રકમ ભરપાઈ કરી હતી. જ્યારે પ્રોફેક્શનલ ટેક્સમાં ૮૨ આસામીએ લાભ લીધો હતો અને રૂ.  ૧૩,૦૯,૪૬૫ની રકમ ભરપાઈ કરી હતી.

આમ હાઉસ ટેક્સમાં ૬,૦૨,૨૩,૩૬૮નો પાણી વેરામાં ૫૩,૯૫,૬૯૮નો અને પ્રોફેશનલ ટેક્સમાં ૨,૧૧,૮૬૦નો વ્યાજ માફીનો લાભ આપવામાં આવ્યો છે.

આમ તા. ૦૧-૦૪-૨૪થી તા. ૩૧-૦૭-૨૪ એટલે કે ચાર માસમાં મહાનગર પાલિકાનો હાઉસ ટેક્સ પેટે રૂ.  ૮૧,૭૯,૧૭,૭૦૪ અને વોટર ચાર્જના રૂ.  ૭,૨૨,૪૧,૭૬૦ની કુલ આવક મળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh